સગી બહેનના જેઠે ધમકી આપી 14 વર્ષિય સગીરાને બનાવી હવસનો શિકાર, અચાનક પેટ વધતા જે હકિકત સામે આવી તે જાણી માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલાક યુવકો નાની ઉંમરની યુવતિઓને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે અને પછી ગર્ભવતી થયા બાદ તેને તરછોડી દેતા હોય છે. ત્યારે કેટલીક વાર એવું બનતુ હોય છે કે ઘરના કોઇ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય છે. હાલ આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટ આજીડેમ પોલિસ સ્ટેશનમાં એક એવો કિસ્સો નોંધાયો છે જેણે ચકચાર જગાવી મૂકી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

એક 14 વર્ષિય યુવતિ કે જેણે તેના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તે તેની બહેનના જેઠની હવસનો શિકાર બની. તેની બહેનના જેઠે તેના ભાઇને ધમકી આપી અને તેના સાથે ના કરવાની હરકત કરી. આ યુવતિ આ હરકત બાદ ગર્ભવતી બની હતી અને તેણે 45 દિવસ પહેલા જ એક બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ તે બાળકીને કોઇ બીમારી હોવાથી તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી અને કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. ત્યારે આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.

નોંધનીય છે કે, આ આરોપી કે જેનું નામ નારણ તલાવડીયા છે તે હાલ જેલમાં પોક્સોના ગુના હેઠળ સજા કાપી રહ્યો છે. હાલ પોલીસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી રહી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજથી લગભગ બે મહીના પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર સગીરા ઉપર થયેલા દુષ્કર્મ અંગેની જાણ તેના પિતાની લૌકિક ક્રિયા વખતે થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું

ઉલ્લેખનીય છે કે, આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ મામલે આજીડેમ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કોળી વ્યક્તિની ધરપકડ કરી હતી. રાજકોટના કોટડાસાંગણી ગામે રહેતી 33 વર્ષિય કોળી મહિલાએ 13 ઓક્ટોબરના રોજ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી તરીકે સરધાર ગામ પાસે સર ગામ આવેલુ છે ત્યાંના રહેવાસી નારણ ચીનુભાઇ તલાવડીયા કે જેણે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુુ.

ફરિયાદકર્તાને બે દીકરાઓ અને બે દીકરીઓ છે.  દીકરીઓ 18 અને 14 વર્ષની છે જયારે દીકરાઓ 12 વર્ષ અને 8 વર્ષ છે. તેમની મોટી દીકરીના લગ્ન સર ગામે થયા છે મહિલાના પતિનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું ત્યારબાદ મહિલા પોતાની માતાના ઘરે બલધોઈ ગામે આવી ગઈ હતી. પતિના અવસાન બાદ લૌકિક ક્રિયા વખતે 14 વર્ષની નાની પુત્રીનું પેટ વધી ગયું હોવાથી પરિવારજનોએ શંકા વ્યક્ત કરી અને તે બાદ તેની પૂછપરછમાં જે સામે આવ્યુ તે જાણી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

14 વર્ષિય દીકરીએ માતાને પોતાની આપવીતી જણાવી હતી. જેમાં તેણે બનેવીના મોટાભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત જણાવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. આ દીકરી અને 8 વર્ષના નાના દીકરાને મોટી દીકરીના સાસરે મૂકી ગયા હતા ત્યારે મોટી દીકરીનાા જેઠ નારણ ચીનુભાઈ તલાવડીયાએ 14 વર્ષની સગીરાના ભાઈની હત્યા કરી નાખવાની ધમકી આપી તેની સાથે આ ગંદી હરકત કરી હતી.

ત્યારબાદ આ 14 વર્ષિય પીડિતા અને તેનો ભાઈ બહેનના ઘરે એકલા હતા ત્યારે આરોપીએ તેના ભાઈને મોબાઈલ આપી ઘરની બહાર રમાવા મોકલી દીધો હતો જયારે નાનોભાઈ અને તેની પત્ની ઘરે હાજર ન હતા ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ તેણે દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.

 

Shah Jina