સુંદરતામાં પોતાની દીકરીને પણ પાછળ રાખી દે છે આ 44 વર્ષની મમ્મી, તસવીરો જોઈને તમે પણ નહિ ઓળખી શકો કોણ છે મા અને કોણ છે દીકરી

દરેક સ્ત્રી પોતાને વધુ સુંદર બતાવવા અને હંમેશા જવાન રહેવા માટે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે, આપણે પણ ઘણી એવી સ્ત્રીઓને જોઈ હશે જે ઉંમરના એક પડાવ ઉપર પહોંચવા છતાં પણ પોતાની સુંદરતાને ઘટવા નથી દેતી. યોગ, કસરત, સ્વિમિંગ જેવી ક્રિયાઓ કરીને તે પોતાની સુંદરતા જાળવી રાખતી હોય છે.

હાલ ઇન્ટરનેટ ઉપર એવી જ એક મમ્મીની ચર્ચાઓ ચાલી રહી છે, જે 44 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ યંગ દેખાય છે. પરંતુ હેરાનીની વાત તો એ છે કે તે જયારે પોતાની દીકરી સાથે હોય છે ત્યારે તે બંનેને ઓળખવા પણ મુશ્કેલ બને છે કે આ બંનેમાં કોણ મા છે અને કોણ દીકરી. સોશિયલ મીડિયામાં આ મા દીકરીની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે.

અમેરિકામાં રહેવા વાળી જોલીન ડિયાઝે પોતાની જાતને એવી રીતે સાચવી રાખી છે કે આ મા-દીકરીની જોડીને જોઈને લોકો પ્રેરણા પણ લઇ રહ્યા છે. 44 વર્ષની જોલીનને જોઈને લાગે છે કે ઉંમર ફક્ત એક આંકડો જ છે. પોતાની 21 વર્ષની દીકરી સાથે જ્યારે 44 વર્ષની મમ્મી ક્યાંક જાય છે તો લોકો પણ તેમને એકબીજાની બહેન સમજી લે છે.

જોલીન જણાવે છે કે જયારે તે બંને સાથે હોય છે ત્યારે કોઈ જાણી નથી શકતું કે તેમાં કોણ મા છે અને કોણ દીકરી. સૌથી વધારે હેરાન કરનારી વાત તો એ છે કે જોલીન તેની સુંદરતાનો ફાયદો ઉઠાવીને પોતાની દીકરી સાથે ડેટ ઉપર પણ ચાલી જાય છે. જેના કારણે તેને તેનાથી નાની ઉંમરના છોકરાઓના ઘણા બધા પ્રપોઝલ આવે છે.

જોલીન કહે છે કે આ ખુબ જ મજેદાર હોય છે, જયારે મને નાની ઉંમરના પુરુષો રિકવેસ્ટ મોકલે છે. પરંતુ જેકલીનને નાની ઉંમરના છોકરાઓ પસંદ નથી અને તે તેમની સાથે ડેટ ઉપર પણ જવા નથી માંગતી. જોલીનનું કહેવું છે કે તે જયારે પણ ડેટ ઉપર જવા માટે ઈચ્છે છે ત્યારે તેની દીકરીને જ પંસદ કરે છે અને તેની સાથે જ જાય છે.

જોલીન એમ પણ કહે છે કે ઘણીવાર તે બંને ડબલ ડેટ ઉપર પણ જાય છે અને ત્યારે બંને મા- દીકરી પોત પોતાના પાર્ટનર સાથે એન્જોય પણ કરે છે. જોલીન કહે છે કે તેને નાની ઉંમરના છોકરામાં કોઈ રસ નથી કારણ કે તે ટૉયબોય નથી ઇચ્છતી. જોલીનના જણાવ્યા અનુસાર તેની પાસેથી ઘણી બધી છોકરીઓ સુંદરતા માટે સલાહ પણ લે છે. ઘણીવાર તેની દીકરી પણ તેની પાસે સલાહ લે છે.

જોલીન 14 વર્ષ પહેલા તેના પતિથી અલગ થઇ ગઈ હતી. તે સમયે તેની દીકરીની ઉંમર 10 વર્ષ હતી. જેના બાદ તે સિંગલ જ રહી છે. જોલીનની પ્રોફાઈલ ડેટિંગ સાઈટ ઉપર પણ છે. જ્યાં તેની ઉંમર અને દેખાવને લઈને લોકો કન્ફ્યુઝ પણ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 5.50 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

Niraj Patel