મહુવામાં 44 વર્ષની પરિણીતાની 20 વર્ષના યુવક સાથે આંખ મળી, ભયંકર અને દુઃખદ અંત આવ્યો
ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર આર્થિક તંગી, પારિવારિક ઝઘડા, અવૈદ્ય સંબંધ અથવા તો પ્રેમ સંબંધ હોય છે. હાલમાં મહુવાના બારતાડ ગામેથી એક આપઘાતના કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમી પંખીડાની લાશ બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ પહોંચી ગઇ હતી

અને અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એવી માહિતી સામે આવી છે કે આ પ્રેમીપંખીડા છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધમાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવાના કરચેલીયા ગામમાં કોળીવાડ ફળિયામાં રહેતી 44 વર્ષની પરણીતા લીનાબેન પટેલને ફળિયામાં જ રહેતા અને તેનાથી અડધી ઉંમરના 20 વર્ષના યુવાન આરતીશ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ પ્રેમની ચર્ચા આખા વિસ્તારમાં થતી હતી.

ત્યારે શનિવારના રોજ બપોરે બંનેએ બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઇ લીધો અને જીવન ટૂંકાવી લીધુ. આ ઘટનાથી બંનેનો પરિવાર સ્તબ્ધ છે. ઉલ્લેખની છે કે, વિસાવદરમાં થોડા દિવસો પહેલા જ આવી ઘટના સામે આવી હતી. જેમાં સગીર પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી અને ઘટનાને લઇને આખા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.