ખબર

ખુશ ખબર, ગુજરાત બાદ આ રાજ્યમાંથી આવ્યા સારા સમાચાર, એક સાથે થયા 44 લોકોએ કોરોના સંક્રમણને માત આપી

કોરોના વબાયર્સનો ખતરો દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોનાગ્રસ્ત લોકો જયારે સાજા થઇ આવે એ ખુબ મોટી બાબર છે, હાલમાં જ ગુજરાતના વડોદરા શહેરમાં કોરોનાના 45 દર્દીઓ સાજા થયા હતા ત્યારે હવે દેશના બીજા એક રાજ્યમાંથી પણ આ બાબતે સારા સમાચાર આવ્યા છે.

Image Source

મધ્યપ્રદેશના ભોપાલમાંથી આજે ખુબ સારા સમાચાર આવ્યા છે, જ્યાં એક સાથે જ 44 દર્દીઓએ કોરોનાને હરાવી દીધો છે. આ તમામને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ ભોપાલની અંદર કોરોના સામેની લડતમાં જીત મેળવનાર દર્દીઓની સંખ્યા 78 થઇ ગઈ છે.

હોસ્પિટલની અંદર આ કોરોના ફાઇટર્સનું ફુલહાર પહેરાવી અને તાળીઓના ગડગડાટથી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોએ હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જો કે હજુ 40  કોરેન્ટાઇન રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.

Image Source

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિડીયો કોન્ફરન્સ દ્વારા એ તમામ 44 દર્દીઓ સાથે વાત કરી હતી, તેમજ તેમને શુભકામનાઓ પણ આપી હતી.

કોરોનાને માટે આપવા બાદલ પોલીસ કર્મીઓ દ્વારા બેન્ડ ઉપર રાષ્ટ્રગાન તેમજ હમ હોંગે કામિયાબ ગીત વગાડીને એ સૌનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.