દુઃખદ: સુરતમાં ભણવામાં હોશિયાર આ ડોક્ટરને 435 માર્ક્સ આવ્યા તો પણ મેરીટ લિસ્ટમાં નામ ન આવ્યું ને કરી આત્મહત્યા

બીજા વિધાર્થીને 265 માર્ક હોવા છતાં લિસ્ટમાં સ્થાન હતું, પણ આ ડોક્ટરને 435 માર્ક આવ્યા તો પણ મેરિટમાં નામ નહોતું, 10 મિનિટમાં આપઘાત કર્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છાસવારે આત્મહત્યાના બનાવો સામે આવતા રહે છે અને આમાં બનતુ એવું હોય છે કે ઘણીવાર કોઇ માતા-પિતાના ઠપકાને કારણે, તો ઘણીવાર કોઇ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ઘણીવાર તો એવું પણ બનતુ હોય છે કે વિદ્યાર્થીઓ એ કારણે આપઘાત કરતા હોય છે કે તેમના ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવે અથવા તો તેઓ પરીક્ષામાં ફેલ થઇ જાય. હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. આજના યુવાનો ઘણી જલ્દી હતાશ થઇ જતા હોય છે અને આપઘાત જેવું પગલુ ભરતા પહેલા સહેજ પણ વિચાર પણ કરતા નથી હોતા. ત્યારે હાલ તો સુરતમાંથી આપઘાતની બે અલગ અલગ ઘટના સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

આપઘાતની જે બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે તેમાં એક યુવક અને એક યુવતિએ આપઘાત કર્યો છે. સુરતમાં PG નીટમાં 435 માર્ક્સ મેળવનાર એક તબીબ યુવકે આપઘાત કર્યો છે તો બીજી બાજુ જોઇએ તો એક યુવતિ કે જે પોલિસ ભરતી માટે વહેલી સવારે દોડવા જવાની પિતાએ ના પાડી હતી તેણે આપઘાત કરી લીધો છે. 26 વર્ષિય યુવક કે જે અડાજણ ખાતે સુરભિ રો હાઉસમાં રહે છે તેણે સ્મિમેરમાંથઈ MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તેણે MDમાં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરી હતી ત્યારે તેનું સોમવારના રોજ રિઝલ્ટ આવ્યુ હતુ અને તેનું મેરિટ લિસ્ટમાં નામ જાહેર ના થવાથી તે હતાશ થઇ ગયો હતો અને આ હતાશાને કારણે જ તેણે સોમવારના રોજ રૂમનો દરવાજો બંધ કર્યો અને જીવનનું અંતિમ પગલુ ભર્યુ.

પ્રતિકાત્મક તસવીર

હાલ તો અડાજણ પોલિસ આ ઘટના મામલે તપાસ કરી રહી છે. મૃતકની માતા અનુસાર, પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું અને આવું પગલું ભરી લીધું. તેના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ કે, સાંજે 5:50 આસપાસ તેણે મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કરી લીધો. લિસ્ટ જોઈને તે ભારે હતાશ થઈ ગયો હતો. પીજી-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ તેનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યુ ન હતુ અને ઘણાને 265 માર્કસ આવ્યા હતા તે પણ ક્વોલિફાય થઇ ગયા હતા, જેના કારણે તેણે આવું પગલુ ભર્યુ.

બીજી બાજુ જોઇએ તો પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં એક યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ યુવતિ કતારગામની હતી અને તેની એક મહિના પહેલાં જ સગાઇ થઇ હતી. તે રોજ વહેલી સવારે ઉઠીને પ્રેક્ટિસ માટે જતી હતી. પરંતુ પિતાએ આ માટે ના પાડી અને તેને આ બાબતે માઠુ લાગી આવ્યુ હતુ જેને કારણે તેણે આપઘાત કરી લીધો હતો.

YC