7 મહિના અને 300 કિલોમીટરની સફર કરીને કર્ણાટક પહોંચી 420 ટનની મૂર્તિ, જુઓ 10 PHOTOS

0

તામિલનાડુના પહાડોમાં એક એવી મૂર્તિ બનાવવામાં આવી છે જેણે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભગવાન વિષ્ણુની આ પથ્થરની બનેલી 420 ટનની મૂર્તિને તમિલનાડુના તિરુવન્નમલાઈ જિલ્લાથી 300 કિલોમીટરનુંઅંતર કાપીને બેંગ્લોરના એક મંદિરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

Image Source

પણ જણાવી દઈએ કે તમામ કોશિશો કરવા છતાં પણ આ કામ પૂરું થઇ રહ્યું નથી. આગળના દિવસોમાં 64 ફૂટ લાંબી આ મૂર્તિને બેંગ્લોર પહોંચાડવા માટે 240 ટાયરો વાળું ટ્રેલર પણ મંગાવવું પડ્યું હતું પણ કામિયાબી મળી શકી નથી.

Image Source

આ ટ્રેલર પર મૂર્તિને રાખવામાં આવી અને કર્ણાટકના એજીપુરા લાવવામાં તેને સાત મહિનાનો સમય લાગ્યો. આ 64 ફૂટ ઊંચી, 25 ફૂટ પહોળી અખંડ મૂર્તિ વિશ્વરૂપમની છે જેને હિન્દૂ ધર્મના પ્રમુખ 10 ભગવાનોનું રૂપ માનવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે આ મૂર્તિ ટ્રેલર દ્વારા ત્રણ દિવસોમાં માત્ર 300 મીટર જ આગળ વધી શકી હતી, જેના પછી આ ટ્રેલરના ઘણા ટાયરો પણ બદલાવામાં આવ્યા હતા.

Image Source

આ મૂર્તિ વિશે ડૉ.સદાનંદનું કહેવું છે કે,”આ મૂર્તિ સર્વોચ્ચ ભગવાનની છે જેણે અલગ અલગ અમય પર હિંદુઓની મદદ કરી છે. હિંદુઓમાં કોઈ એકતા નથી કેમ કે આપણે અલગ અલગ દેવતાઓમાં વિશ્વાસ કરીએ છીએ. માટે મેં દરેક હિંદુ દેવતાઓની મૂર્તિ બનાવવાનો નિર્ણય લીધો.”

Image Source

તિરુવન્નમલાઈના કલેક્ટર કેએસ કંદસામીએ કહ્યું હતું કે,”ભગવાન વિષ્ણુની આ મૂર્તિનું પરિવહન કરવામાં લગભગ 50 દિવસો લાગશે”. મૂર્તિને બેંગ્લોર સુધી પહોંચાડવા માટે સરકારના તરફથી કંદસામીને નોડલ ઓફિસરની જવાબદારી આપવામાં આવી હતી.

Image Source

કંદસામીના આધારે, મૂર્તિને તેની જગ્યા સુધી પહોંચાડવામાં મોડું થવાનું કારણ હતું સેંકડો રસ્તાઓને પહોળા કરવા, રસ્તામાં આવી રહેલા ઘર, દુકાનોં તોડીને મૂર્તિ માટે રસ્તો બનાવવો.

Image Source

મુંબઈની લોજીસ્ટિક ફર્મ રેશમસિંહ ગ્રુપના 30 સભ્યોના એક કૃ ને આ મૂર્તિનું પરિવહન કરવાના કામમાં લગાવવામાં આવેલા છે, જેઓને મૂર્તિને સાઇડથી મેન રોડ સુધી લઇ જવા માટે માટીના રોડ પરથી પસાર થવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, આ સિવાય ત્યાં પડેલા વરસાદે આ કામ વધારે મુશ્કિલ બનાવી દીધું હતું.

Image Source

રેશમસિંહ ગ્રુપના મનેજેહર રાજન બાબુએ કહ્યું કે ટ્રેલર જ્યારે તે 500 મીટરના માટી અને કીચડ વાળા રસ્તાઓ પાર કરી લેશે અને થેલ્લર-દેસુર રોડ પર આવી જશે તો તેને સામાન્ય સ્પીડ પર કોઈ સમસ્યા વગર જ આગળ વધારી શકાશે. થેલ્લર-દેસુર રોડ પર પહોંચ્યા પછી ટ્રેલર દીવાનપુર પર પોન્ડિચેરી-કૃષ્ણગીરી નેશનલ હાઇવે 77 માં દાખલ થશે. અહીંથી તે બેંગ્લોર સુધીની સફર કરશે.

Image Source

2012 થી ચાલતા આવી રહેલા આ પ્રયાસમાં ઘણી મુશ્કેલીઓઓ આવી હતી. સદનાનંદે જણાવ્યું કે 2012 માં તિરુવન્નમલાઈમાં ઘણા શોધ પછી તેને તે પથ્થર મળ્યો જેની મૂર્તિ બનાવી શકાય તેમ હતી. જેના પછી દરેક પ્રકારની મંજૂરી મળવામાં 2 વર્ષ લાગી ગયા. 2017 માં પણ મૂર્તિ પરિવહનના વિરોધમાં મદ્રાસ કોર્ટમાં પીઆઈએલ દર્જ થઇ હતી, જેના પછી નવેમ્બર 2018 માં યાત્રા શરૂ થઇ શકાઈ હતી.

Image Source

યાત્રા શરૂ થયા પછી પણ તેના પરિવહનમાં ઘણી સમસ્યાઓ આવી હતી, જેમાં ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણના દ્વારા નાના પુલો પર યાત્રા કરવાના રોક લગાવવાંની બાબત પણ શામિલ છે, જેને લીધે લગાતાર રસ્તાઓને બદલવા પડ્યા હતા.

Image Source

આ સિવાય રિપોર્ટના આધારે મૂર્તિને સ્થાપિત કરવાને લીધે લોકોમાં અલગ અલગ વિચારો હતા. જેમકે તમિલનાડુના લોકોનું કહેવું હતું કે તે કર્ણાટકને પોતાનો પથ્થર નહિ આપે કેમ કે તેણે કાવેરીનું પાણી આપ્યું ન હતું.

Image Source

ડૉ.સદાનંદનું સપનું હતું કે તે એવી ભવ્ય મૂર્તિનું સ્થાપન કરે જેમાં 11 અવતાર, 22 હાથની સાથે સાત મસ્તકવાળો નાગરાજ હોય. ડૉ.સદાનંદે આ મૂર્તિ બનાવવાનો સંકલ્પ સાત વર્ષ પહેલા લીધો હતો જેને પૂર્ણ કરવામાં 2.8 લાખનો ખર્ચ થયો છે. એવામાં પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે ડૉ.સદાનંદે 5 વર્ષ સુધી મહેનત કરી હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here