દિલધડક સ્ટોરી

આ 3 સ્ત્રીઓએ એક નાનકડા ફાયદા માટે 42 બાળકોને મારી નાખ્યા, વાંચો એક કાળજું કમ્પાવે તેવી સત્યઘટના

આપણી આજુબાજુમાં કોઈ બાળક રડવાનો અવાજ આવે તો પણ આપણે ભાવ વિભોર બની જઈએ છીએ. કારણ કે બાળકો સૌને પ્રિય હોય છે. પરંતુ એક એવી ઘટના સામે આવી જે સાંભળી તમારા હોશ ઉડી જશે.

Image Source

આ હકીકત એ મા-દીકરીઓની છે જે સાંભળીને જ રૂવાંડા ઉભા થઇ જાય. કોલ્હાપુરની આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. આ મા દીકરીઓએ ભેગા મળી એક બે કે પાંચ દસ નહીં, પરંતુ 42 માસુમ બાળકોની હત્યા કરી તેમને ફેંકી દીધા છે અને તે પણ પોતાના નિજી સ્વાર્થ માટે. કોઈ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે ? એ પણ એક વિચારવા જેવી બાબત છે.

અંજના ગાવિત નામની એક મહિલાએ બે લગ્ન કર્યો અને તેના બંને પતિ તેને છોડીને ચાલ્યા ગયા. બંને પતિથી એને એક એક બાળકીઓ જન્મી. એક છોકરીનું નામ રેણુકા અને બીજીનું નામ સીમા હતું. બંને બાળકીઓને લઈને તે પોતાનું પેટ ભરવા માટે ભીખ માંગી અને લોકોના ખિસ્સા કાપી નિર્વાહ કરતી જયારે સીમા અને રેણુકા થોડા મોટા થયા ત્યારે તેમને પણ ભીખ માંગતા અને ખિસ્સા કાપતાં શીખવી દીધું.

Image Source

એક દિવસ અંજના જયારે રસ્તામાં જઈ રહી હતી ત્યારે તેને એક 18 મહિનાનું બાળક જોવા મળ્યું. આ બાળક પણ રસ્તામાં ભીખ માંગતી કોઈ સ્ત્રીનું હતું. અંજનાએ આ બાળકને ઉઠાવી લીધું અને એને વેચી સારા પૈસા કમાવવાનો વિચાર કર્યો. રસ્તામાં આગળ જતાં મન્દિર પાસે કોઈનું ખિસ્સું કાપતા તે પકડાઈ ગઈ. લોકોના મારથી અને પોલીસથી બચવા માટે પોતાની સાથે રહેલા એ બાળકને તેને નીચે નાખી દીધું જેના કારણે લોકોનું ધ્યાન એ તરફ જાય. એ બાળકના માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને અંજના જોર જોરથી કહેવા લાગી કે “એક બાળકની મા ચોરી ના કરી શકે.” લોકોને બાળકને જોઈને દયા આવવા લાગી અને તેને ચોરી નથી કરી એમ માની ત્યાંથી ચાલ્યા ગયા. અંજના પણ આ તકનો લાભ ઉઠાવી બાળકને ત્યાંથી લઈને નીકળી ગઈ. સીમા પણ આ ઘટનામાં અંજનાની સાથે જ હતી.

Image Source

માથામાં વાગવાના કારણે એ બાળકને લોહી નીકળતું હતું જેના કારણે તે જોર જોરથી રડવા લાગ્યું. અંજનાને લાગ્યું કે જો આ બાળક એની સાથે રહેશે તો તે જલ્દી પકડાઈ જશે અને તેથી જ તેને એ બાળકને મારી નાખવાનું વિચાર્યું. એક સુમસાન જગ્યા ઉપર જઈને વીજળીના થાંભલા પાસે ઉભા રહી અંજનાએ બાળકના બંને પગ પકડીને બાળકનું માથું થાંભલામાં પછાડ્યું અને ત્યાં સુધી પછાડતી રહી જ્યાં સુધી એના પ્રાણ ના નીકળી જાય. બાળકને મારી નાખ્યા બાદ તેની લાશને પણ તેને ત્યાં જ દબાવી દીધી.

Image Source

આ ઘટના બાદ એ અંજાનાને લાગ્યું કે બાળક સાથે હશે તો સહાનુભૂતિ મળશે બસ આજ વાત વિચારીને આ ત્રણે મા દીકરીઓ બાળકો ચોરવા લાગી અને પોતાનું કામ પૂર્ણ થયા બાદ બાળકોને મારી નાખી ફેંકી દેવા લાગી. આ લોકો 4 વર્ષથી નાના અને ઝુપડપટ્ટી કે ભીખ મંગાવા વાળાના જ બાળકોના અપહરણ કરતા જેના કારણે કોઈ પોલીસ કાર્યવાહી ના થાય. જ્યાં પણ ચોરી કરવા માટે જાય ત્યાં બાળકોને સાથે લઇ જતા અને પકડાઈ જાય તો બાળકોને જમીન ઉપર પછાડી દેતા જેના કારણે લોકોનું ધ્યાન એ બાળક તરફ જાય. પોતાનું કામ પૂરું થઇ ગયા બાદ તે બાળકને પછાડીને જ મારી નાખતા. એક બાળકીને તો ગળા ઉપર પગ મૂકીને પણ મારી નાખી હતી જયારે એક બાળકીના બંને પગ પકડી તેનું માથું પાણીમાં ડુબોવીને મારી હતી.

Image Source

આ મા દીકરીઓ 1990 થી લઈને 1996 સુધીમાં કુલ 42 બાળકોને આ રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા. અંજના જયારે પોતાના બીજા પતિ પાસે ગઈ ત્યારે તેના બીજા પતિએ પણ લગ્ન કરી લીધા હતા. તેને પણ એક 9 મહિનાની બાળકી હતી. અંજનાએ એ 9 મહિનાની બાળકીને પણ મોતને ઘાટ ઉતારી દીધી ત્યારબાદ આખો કિસ્સો સામે આવ્યો હતો.

Image Source

આ ત્રણેય મા દીકરીઓને પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં અંજનાનું તો થોડા સમય પહેલા જ એક બીમારીમાં મૃત્યુ થી ગયું પરંતુ તેની બંને દીકરીઓ રેણુકા અને સીમા આજે પણ ફાંસીની રાહ જોઈ રહી છે. જેમની ફાંસીની હજુ કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી. સેશનકોર્ટમાં તેમની ફાંસીની સજા સંભળાવ્યા બાદ તેમને સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટમાં પણ અપીલ કરી પરંતુ બંને તરફથી કોઈ રાહત આપવામાં આવી નહીં. 2014માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સામે પણ ક્ષમા યાચિકા દાખલ કરવામાં આવી પરંતુ તેમના તરફથી પણ કોઈ રાહત આપવામાં આવી નહિ. તેમને કરેલા ગુન્હા માટે ફાંસીની સજા જ તેમના માટે યોગ્ય છે એમ માનવામાં આવ્યું.

Image Source

સીમા અને રેણુકાને જો ફાંસી આપવામાં આવશે તો એ આઝાદ ભારત પછીની પહેલી મહિલાઓ હશે જેમને ફાંસી આપવામાં આવી હશે. આ માં દીકરીઓના જીવન ઉપર એક ફિલ્મ પણ બની છે “પોશમ પા”. જે Zee5 દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.