ખબર

ત્રણે દીકરાઓ, પત્ની અને મા ની સાથે આ ઇવેન્ટમાં જોવા મળ્યા મુકેશ અંબાણી, નાના દીકરાની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની 42મી એન્યુઅલ જનરલ મિટિંગ(આઇજીએમ)નું આયોજન સોમવારના રોજ બિરલા માતૃશ્રી હોલમાં થયું હતું.આ ખાસ અવસર પર મુકેશ અંબાણી પોતાના પુરા પરિવાર સાથે પહોંચ્યા હતા.ઈશા,આકાશ,અનંત,નીતા અંબાણી,કોકિલાબેન અંબાણી તથા સૌથી ખાસ વાત એ કે આ મીટીંગમાં નાના દીકરાં અનંત અંબાણીની પ્રેમિકા રાધીમાં મર્ચેન્ટ પણ હાજર રહી હતી. આ મિટિંગના દરમિયાન મુકેશજીએ કંપની સાથે જોડાયેલી ઘણી ખાસ ઘોષણાઓ કરી હતી. મુકેશ અંબાણીએ પોતાના પુરા પરિવારની સાથે કેમેરાની સામે પોઝ આપ્યા હતા.

Image Source

ઇવેન્ટમાં પહોંચેલી નવવિવાહિત જોડી શ્લોકા મેહતા અને આકાશ અંબાણી પર દરેક કોઈની નજરો થંભી ગઈ હતી. બંન્ને આ ખાસ ઇવેન્ટમાં એકબીજાનો હાથ પકડીને પહોંચ્યા હતા, બંન્નેએ હલકા સ્મિત સાથે મીડિયાની સામે પોઝ આપ્યા હતા.

Image Source

બ્લેક બ્લેઝર,વ્હાઇટ શર્ટ અને ગ્રે ટાઇમાં પહોંચેલા આકાશ અંબાણી ખુબ જ હેન્ડસમ લાગી રહયા હતા, જ્યારે એથનિક અવતારમાં શ્લોકા ખુબ જ સુંદર લાગી રહી હતી, શ્લોકાએ બ્લુ રંગનો પ્લાંઝો સૂટ પહેરી રાખ્યો હતો જેમાં એમ્બ્રોડરી વર્ક કરવામાં આવેલું હતું.ખુલ્લા વાળ, અને લાઈટ મેકપની સાથે શ્લોકા ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

આકાશુ અને શ્લોકાનાં 9 માર્ચ 2019 ના રોજ ભવ્ય લગ્ન થયા હતા. જયારે પણ કોઈ ઇવેન્ટમાં બંન્ને એકસાથે જાય છે ત્યારે દરેક કોઈના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.આ સિવાય નીતા અંબાણી લાઈટ પિન્ક કલરનો ડ્રેસ પહેરેલા જોવા મળ્યા હતા.

Image Source

વાત કરીયે અંબાણી પરિવારની લાડલી દીકરી ઈશા અંબાણીની તો તે આ ઇવેન્ટમાં સફેદ ફ્લોરલ એથનિક આઉટફિટની સાથે હાઈ હિલ્સ પહેરેલી જોવા મળી હતી.

Image Source

ઈશાના લગ્ન આગળના વર્ષે 12 ડિસેમ્બરના રોજ પીરામીલ સમૂહના ચેરમેન અજય પીરામીલના દીકરા આનંદ પીરામીલ સાથે થયા હતા.

Image Source

જયારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા.અનંતની સાથે તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ પણ જોવા મળી હતી.

Image Source

રાધિકાએ આસમાની અને સફેદ રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે રાધિકા મોટાભાગે અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks