ખબર

અમદાવાદના ઘાટલોડિયાથી શિક્ષિકાને યુવકે ઓફિસમાં બંધ દરવાજો કરીને પીંખી નાખી અને પછી

અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં 40 વર્ષીય પરણિતા ટીચર સાથે થયું ગંદુ કામ, જાણીને રુવાડા ઉભા થઇ જશે

અમદાવાદમાંથી ગુનાકીય પ્રવૃત્તિમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો મહિલા સાથે છેડછાડ અને કેટલીક મહિલાઓ તેમજ યુવતી સાથે બળાત્કાર પણ ગુજરતા હોય છે, આવી ઘણી ફરિયાદો પણ છેલ્લા થોડા સમયમાં નોંધાઈ છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયામાંથી સામે આવી રહી છે. જ્યાં એક પરણિત શિક્ષિકા સાથે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત મ,માહિતી અનુસાર અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી એક પરણિત 40 વર્ષની મહિલા શિક્ષિકાને સોશિયલ મીડિયા દ્વારા વસ્ત્રાલમાં રહેતા એક 33 વર્ષીય યુવક સાથે મિત્રતા થઇ હતી. આ બંને ઘણા લાંબા સમયથી એકબીજા પરિચયમાં હતા, ત્યારે ગત શનિવારના રોજ યુવકે ઘાટલોડિયા સ્થિત મહિલાના ઘરે આવી તેને બ્લેકમેઇલ કરી અને તેને પોતાની સાથે બળજબરીથી લઇ ગયો હતો.

યુવકે પરણીતાને એવી ધમકી આપી હતી કે તે તેના પતિ અને પરિવારજનોને જાણ કરી દેશે, અને એવી ધાક ધમકી આપીને ગાડીમાં બેસાડી વસ્ત્રાલ વિસ્તારમાં જ આવેલી કોઈ ઓફિસ જેવી જગ્યા ઉપર લઇ ગયો હતો. આ ઓફિસમાં લઇ જઈને યુવકે મહિલા શિક્ષિકા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને પછી તેને છોડી મૂકી હતી.

જેના બાદ આ અંગે પરિણીતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલા શિક્ષિકાની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે રૂપેશને ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.