બોલિવુડની આ અદાકારા છે 40 વર્ષથી પણ વધુ ઉંમરની તો પણ ખચકાટ અનુભવ્યા વગર પહેરે છે બોલ્ડ અને શોર્ટ ડ્રેસ

બોલિવૂડમાં એવી ઘણી હિરોઈનો છે જેમની ઉંમર 40થી વધુ છે. પરંતુ આ હિરોઈનોએ પોતાની જાતને એવી રીતે જાળવી રાખી છે કે તેમની ઉંમર તેમની ત્વચા પરથી બિલકુલ જાણી શકાતી નથી. આ સુંદરીઓ ટૂંકા વસ્ત્રો પહેરવાનું પણ ટાળતી નથી.

1.મલાઈકા અરોરા : 48 વર્ષની મલાઈકા અરોરાની સુંદરતાની હંમેશા ચર્ચાઓ થતી રહે છે. અભિનેત્રી માત્ર ખૂબ જ સ્ટાઇલિશ નથી પરંતુ શોર્ટ ડ્રેસ પહેરીને ચાહકોના હૃદયના ધબકારા પણ વધારી દે છે. લુક્સ અને કિલર પોઝની વાત કરવામાં આવે તો મલાઈકા અરોરા સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે. મલાઈકાએ પોતાની જાતને એટલી ફિટ રાખી છે કે તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

2.શિલ્પા શેટ્ટી : 46 વર્ષની શિલ્પા શેટ્ટી વિશે શું કહેવું. અભિનેત્રી રિવિલિંગ અને શોર્ટ ડ્રેસ પહેરતા બિલકુલ પણ અચકાતી નથી. શિલ્પા શેટ્ટી એ અભિનેત્રીઓમાંની એક છે જેણે અભિનયની સાથે સાથે પોતાની બિઝનેસ સેન્સ માટે પણ ચર્ચા જગાવી છે. યોગ અને ફિટનેસ માટે જાણીતી શિલ્પાએ મુંબઈમાં નવો બિઝનેસ શરૂ કર્યો છે. શિલ્પાએ VFX – SVS સ્ટુડિયો શરૂ કર્યો છે, જેમાં બોલિવૂડ અને હોલીવુડની ફિલ્મો ટેકનિકલી બનાવવામાં આવશે. શિલ્પા શેટ્ટીએ આ નવા બિઝનેસની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.

3.સુષ્મિતા સેન : ઘણા વર્ષો પહેલા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકેલી સુષ્મિતા સેને પોતાની જાતને ઘણી મેન્ટેન કરી છે. તે શોર્ટ ડ્રેસ પહેરવાથી સહેજ પણ ખચકાતી નથી.સુષ્મિતા સેન બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.. સુષ્મિતાએ માત્ર 18 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ અને ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેનું ફિલ્મી કરિયર ઘણું સારું રહ્યું છે, તે હજુ પણ વેબ શોમાં કામ કરતી રહે છે.

4.નીના ગુપ્તા : 62 વર્ષીય નીના ગુપ્તા માત્ર ફિલ્મોમાં જ એક્ટિવ નથી પરંતુ ઘણી વખત શોર્ટ કપડા પહેરીને જોવા મળે છે. નીના ગુપ્તા તેની અદભુત સ્ટાઈલ માટે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. તે દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. ભલે કોઈ ફિલ્મો ન હોય. નીના ટૂંક સમયમાં અનુપમ ખેર સાથે ‘શિવ શાસ્ત્રી બાલ્બોઆ’ અને અમિતાભ બચ્ચન સાથે ‘ગુડ બાય’માં જોવા મળશે. આ સિવાય તે વેબ સિરીઝ ‘પંચાયત 2’ અને ‘મસાબા 2’ કરી રહી છે.

5.પૂજા બેદી : 51 વર્ષીય પૂજા બેદીએ પણ પોતાની જાતને વય શ્રેણીમાં બાંધી નથી. અભિનેત્રી દરરોજ શોર્ટ ડ્રેસમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.અભિનેત્રી પૂજા બેદી, જે બોલિવૂડમાં તેની જોરદાર એન્ટ્રીથી પોતાની સ્પષ્ટવક્તા અને બોલ્ડ જીવનશૈલી માટે જાણીતી છે, તે ભલે 51 વર્ષની થઈ ગઈ હોય, પરંતુ તેની સુંદરતા અને તેનો આત્મવિશ્વાસ તેની ઉંમર કરતાં પણ વધારે છે. તે 49 વર્ષની ઉંમરે સગાઈ કરી ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પૂજા બેદી અને કબીર બેદીની પુત્રી છે આલાયા એફ, જે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે.

Shah Jina