ખબર

“બાબા કા ઢાબા”ના માલિકના ખાતામાં 40 લાખથી વધારે, માલામાલ થવાની કહાણીમાં ઘણા આવ્યા વળાંકો

માત્ર એક વિડીયો અને પોતાની દુઃખ ભરી કહાણી સંભળાવીને રાતો રાત પ્રખ્યાત બની જનારા “બાબા કા ઢાબા” હાલમાં બીજા કારણોને લઈને ખુબ જ ચર્ચામાં ચાલી હર્યું છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે તેમનો વિડીયો બનાવનાર ગૌરવ વાસન ઉપર પૈસાની હેરફેર કરવાના આરોપો બાદ ગૌરવ તરફથી પણ ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. એ બધા વચ્ચે જ હવે બાબા લાખોપતિ બની ગયા છે, તેમના ખાતાની અંદર 40 લાખથી પણ વધારેની રકમ છે.

Image Source

ગૌરવ વાસને જ બાબાનું બેંક ખાતું પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. તો બીજી તરફ બાબા શુક્રવારે સાંજ સુધી કહેતા રહ્યા કે તેમને ખબર નથી કે તેમની પાસે કેટલા પૈસા આવ્યા છે. બાબાએ નવું મકાન પણ લઈ લીધું.  હવે માહિતી એવી પણ આવી રહી છે કે બાબા નવું ઢાબુ ખોલવાની તૈયારીમાં છે. તેના માટે જગ્યા પણ જોઈ લેવામાં આવી છે.

Image Source

દક્ષિણ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યુટ્યુબર ગૌરવ વાસને સોશિયલ મીડિયામાં શરૂઆતમાં પોતાનું બેંક ખાતું શેર કર્યું હતું. જેમાં લગભગ ચાર લાખ રૂપિયા આવ્યા હતા. ગૌરવે 2 લાખ કરતા પણ વધારે રૂપિયા બાબાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.

Image Source

જો કે હજુ પણ તેના ખાતામાં 30થી 40 હજાર રૂપિયા છે. આ વાત માલવીય નગર પોલીસ સ્ટેશનની બેંક ખાતાના તપાસની અંદર સામે આવી છે. ગૌરવે ફક્ત તેનું ખાતું જ શેર કર્યું હતું, તેની પત્ની કે બીજા કોઈ અન્ય પરિચિત વ્યક્તિનું નહિ.

Image Source

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગૌરવે થોડા સમય પછી બાબાનું ખાતું પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી દીધું હતું. બાબાના બેંક ખાતામાં ખુલ 40 લાખ રૂપિયા આવ્યા હતા. પોલીસે બાબાના બેંક ખાતાની માહિતી પણ ફંફોસી લીધી છે.

Image Source

દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગૌરવને બે-ત્રણ દિવસની અંદર માલવીય નગર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે. તેને પૂછવામાં આવશે કે શરૂઆતમાં જ કેમ કાંતા પ્રસાદનું બેંક ખાતું અને મોબાઈલ નંબર શેર કરવામાં નહોતો આવ્યો ? તેના ખાતામાં જે પૈસા છે તે બાબાના ખાતામાં કેમ ટ્રાન્સફર નથી કર્યા? પોલીસે હાલમાં ગૌરવ અને બાબા બંનેના બેંક ખાતા સિજ઼ કરી દીધા છે.