બજરંગબલી આ 4 રાશિઓ પર રહે છે હંમેશા મહેરબાન, સંકટમોચન જીવનમાંથી કરે છે દરેક સંકટ દૂર, કઈ છે દાદાની પ્રિય રાશી ?

હનુમાનજીને સંકટમોચન કહેવાય છે. બજરંગબલી પોતાના ભક્તોના બધા જ કષ્ટ દુર કરી તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. આમ તો, તેના બધા જ ભક્તો પર હનુમાનજી કૃપા વરસાવે છે. પરંતુ કેટલીક રાશિ એવી છે જે તેમને વધારે પ્રિય છે અને તેમના પર દાદાની કૃપા હંમેશા બની રહે છે. તો કષ્ટભંજન દેવની પ્રિય આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મેષ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. કારણ કે આ તેમની પ્રિય રાશિ છે. આ રાશિના લોકોના જીવનમાં આવતા સંકટ બજરંગ બલીની કૃપાથી દૂર થઈ જાય છે અને તેમના જીવનમાં ધનની કમી પણ નથી રહેતી.

 

સિંહ રાશિ

હનુમાનજીની પ્રિય રાશિમાંથી એક સિંહ રાશિ પણ છે. આ રાશિના લોકો ધાર્મિક સ્વભાવના હોય છે અને બીજા પ્રત્યે દયાભાવ રાખે છે. તેથી જ આ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં આવતા કષ્ટ પણ હનુમાનજી દૂર કરે છે . આ રાશિ પર તેમની ખાસ મહેરબાની રહે છે. આ રાશિના લોકોના જીવનમાં ધન, સંપત્તિ અને સુવિધાઓની ખામી રહેતી નથી.

કુંભ રાશિ

કુંભ રાશિ પણ હનુમાનજીની પ્રિય રાશિ છે. આ રાશિના લોકો નિયમ અનુસાર હનુમાનજીની પૂજા કરે તો તેના બગડેલા કામ થવા લાગે છે. બજરંગબલીની સાથે આ રાશિ પર શનિદેવની કૃપા પણ રહે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle