અજબગજબ

4 વર્ષની દીકરીએ 30 વર્ષના છોકરા સાથે લગ્ન કાર્ય અને ઘરના લોકોએ પણ આપી પરવાનગી- આ ખાસ કારણ હતું

જુલાઈ 2015ની વાત છે, એક બ્રાઇડે વ્હાઇટ ડ્રેસ, બ્લેક લેગિંગ્સ, વૈલ અને હાથમાં પિન્ક અને પર્પલ ફલાવર્સનો બુકે હતો અને ગ્રુમે ટક્સીડો ટી-શર્ટ પહેરી હતી, અને આ ગ્રુમે પોતાની માત્ર 4 વર્ષની ઉંમરની બ્રાઈડ સાથે તસ્વીરો ક્લિક કરાવવા માટે પોતાના ઘૂંટણો પર બેસવું પડ્યું હતું.

Image Source

એક માત્ર 4 વર્ષની કેન્સર પેશન્ટને તેના ફેવરેટ નર્સ સાથે પોતાના સપનામાં જોયેલા લગ્ન કરવા મળ્યા. માત્ર 24 કલાકની અંદર જ ન્યુયોર્કના એક મેડિકલ સેન્ટરમાં એક કેન્સરગ્રસ્ત બાળકીના લગ્ન માટેની તૈયારીઓ થઇ ગઈ. કેન્સર પેશન્ટ એબી માત્ર 4 વર્ષની જ હતી અને તે પોતાની મમ્મીને આખા અઠવાડિયાથી તેના ફેવરેટ મેલ નર્સ મેટ હાઈકલિંગ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી હતી. એબીને લ્યુકેમિયા નામનું કેન્સર હતું.

Image Source

એબી આ મેડિકલ સેન્ટરમાં છેલ્લા 1 વર્ષથી ટ્રીટમેન્ટ લઇ રહી હતી અને ત્યાં તેનું ધ્યાન નર્સ મેટ હાઈકલિંગ રાખી રહ્યો હતો. એબીની મમ્મીએ નર્સ મેટને એબીની ઈચ્છા જણાવી અને મેટ પહેલા ચોંકી ગયો પણ પછીથી તેને આ નાની છોકરીની ઈચ્છાને માન્ય રાખી અને માત્ર 24 કલાકની અંદર જ ન્યુયોર્કના એક મેડિકલ સેન્ટરના સ્ટાફે સાથે મળીને એક કેન્સરગ્રસ્ત બાળકીના લગ્ન માટેની તૈયારીઓ થઇ ગઈ.

Image Source

એક વ્હાઇટ પ્રિન્સેસ ગાઉનથી એબી સરપ્રાઈઝ થઇ ગઈ અને મેટે ટક્સીડો ટી-શર્ટ પહેરી હતી. એબીની મમ્મી એબીને લઈને ગુલાબી ગુલાબની પાંદડીઓ પાથરતી લઈને આવી જે એબીના બુકેની મેચિંગ હતી. એબી માટે બુકે એક નજીકના ફ્લોરિસ્ટ આ પ્રસંદ માટે ભેટ આપ્યો હતો.

Image Source

આ મેડિકલ સેન્ટરનો આખો સ્ટાફ એબી અને મેટના આ અનોખા લગ્ન જોવા માટે આવ્યો હતો. પણ જેવી એબીએ મેટને જોયો કે એ તરત જ દોડીને તેને વળગી ગઈ હતી અને એક ડોકટરે તેમના લગ્નની વિધિ કરાવી હતી. બંનેએ બે રિંગ પોપ્સ પણ એકબીજાને પહેરાવ્યા હતા. એબીએ જાતે જ મેટને પૂછી લીધું હતું કે વિલ યુ મેરી મી અને મેટે પણ ખુશી ખુશી જવાબ આપ્યો હતો હા.

Image Source

આ વિશે મેટે જણાવ્યું હતું કે મને હા કહેવામાં જરા પણ ખચકાટ ન થયો. મને એબીની મમ્મીએ જ તેની સાથે લગ્ન કરવાની પરવાનગી આપી હતી. અહીં એક નાની રમકડાની કાર પણ હતી જેના પર લખ્યું હતું જસ્ટ મેરિડ. જેમાં એબીને બેસાડીને મેટે ધક્કો મારીને એ રૂમ તરફ લઇ ગયો કે જે રૂમમાં કેક રાખી હતી. એ પછી બંનેએ કેક પણ કાપી અને ડોકટરે એબીને મેટના ચહેરા પર કેક લગાવવામાં મદદ પણ કરી.

Image Source

આ દિવસે એબી ખૂબ જ ખુશ હતી અને તેને કહ્યું હતું કે આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. માત્ર 4 વર્ષની આ કેન્સર પેશન્ટ કે રોજ એક કીમો ટેબ્લેટ ખાય છે અને જેને ટ્રીટમેન્ટની જરૂર પડે છે એ છોકરીનું સપનું સાચું થયું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.