95 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું બાળક, 16 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ, અંતે દેશી જુગાડના કારણે ભકેવી શકાયો બાળકનો જીવ

ટેક્નોલોજી પણ નકામી થઇ ગઈ, આ દેશી જુગાડથી માસુમ બાળકને કાઢ્યું- જુઓ

નાના બાળકો બોરવેલમાં પડી જવાની ઘણી ઘટનાઓ સામે આવે છે, હાલ એવી જ એક ઘટના રાજસ્થાનના ઝાલોર જિલ્લાનના સાંચોર વિસ્તારમાંથી આવી રહી છે. જ્યાં એક 95 ફૂટ ઊંડા બોરબવેલની અંદર પડેલા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. 16 કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં 4 વર્ષના અનિલના જીવ બચાવ્યા બાદ તેની સલામતીની ખાતરી કરવામાં આવી છે.

ન્યુઝ એજણાસી એએનઆઈ પ્રમાણે જિલ્લાના લાછડી ગામની અંદર ગુરુવારે સવારે 10 વાગે એક 95 ફૂટ ઊંડા બોરવેલની અંદર અનિલ રમતા રમતા પડી ગયો હતો. આ ઘટનાની સૂચના મળવાની સાથે જ એનડીઆરએફની ટિમ સ્થળ ઉપર પહોંચી અને તરત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. આખરે ખુબ જ મહેનત અને દેશી જુગાડના કારણે બાળકને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યું.

બોરવેલમાં બાળકના પડવાની સૂચના મળવાની સાથે જ રાહત અને બચાવ દળો દ્વારા જલ્દી જ રેસ્ક્યું શરૂ કરી દેવામાં આવ્યું હતું.આ દરમિયાન સ્થાનિક પ્રસાશનના લોકો પણ રેસ્ક્યુ દરમિયાન હાજર રહ્યા.

એનડીઆરએફની ત્રણ ટીમો પણ આ અભિયાનમાં લાગેલી હતી. પરંતુ માસુમ અનિલને બહાર કાઢવામાં સફળતા નહોતી મળી રહી. સાથે જ પ્રસાશનના પણ શ્વાસ અટકવા લાગ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનના ઘણા કલાકો વીત્યા બાદ જયારે ટીમને સફળતા ના મળી તો એક સ્થાનિક વ્યક્તિના કહેવા પ્રમાણે જોર લગાવ્યું અને રાત્રે લગભગ 2 કલાકે બાળકને બહાર કાઢી દેવામાં આવ્યું.

Niraj Patel