રાજકોટમાં દાદા 4 વર્ષની પૌત્રી ફોર્મને લઈને મંદિર ગયા અને ત્યાં અચાનક જ દાદાની આંખો સામે જ પૌત્રી મોતને ભેટી

રાજકોટમાં દાદાની નજર સામે એકની એક પૌત્રીનું મૃત્યુ, 4 વર્ષની બાળા પર લોખંડનો…..

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણીવાર એવા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, તો ઘણીવાર એવી પણ દુર્ઘટના બનતી હોય છે જેમાં નાના બાળકો પણ કાળનો કોળિયો બની જતા હોય છે, હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં એક દાદાની આંખો સામે જ વ્હાલસોયી પૌત્રીનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રતપ માહિતી અનુસાર રાજકોટના રાજકોટના કણકોટ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ એ-વન એપાર્ટમેન્ટના બ્લોક નંબર 301 ડીમાં રહેતા અને કારખાનું ચલાવતા રવિભાઈ પ્રવીણભાઈ ઊંજીયા અને ફોરમબેનની 4 વર્ષની દીકરી આરવી તેમના ઘરની નજીક આવેલા જીવરાજ પાર્ટક ખાતેના અંબાજી મંદિરે તેના દાદા પ્રવીણભાઈ સાથે ગઈ હતી.

આ દરમિયાન આરવી અન્ય બાળકો સાથે મંદિરના ગેટની નજીક જ રમી રહી હતી, ત્યારે જ કોઈએ અચાનક ડેલો ખોલવાનો પ્રયાસ કર્યો અને લગભગ ચાર ફૂટ જેટલો ઊંચો ગેટ આવીને આરવી ઉપર જ પડ્યો હતો અને તે તેના નીચે જ દબાઈ ગઈ હતી, જેના બાદ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેને એટલી ગંભીર ઈજાઓ થઇ હતી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું નિધન થઇ ગયું હતું.

આ ઘટનાને લઈને તેના પરિવારમાં માથે પણ દુઃખોનો આભ તૂટી પડ્યો હતો. પરિવારની એકની એક અને લાડકી દીકરીનું પરિવાર માટે આઘાત સમાન બની ગયું. હાલ પરિવાર આરવીના અંતિમ સંસ્કાર કરવા માટે તેને તેમના મૂળ વતન જેતપુર પ્રેમગઢ લઇ ગયા છે. ત્યારે આ મામલામાં હવે પોલીસને જાણ કરતા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Niraj Patel