સુરતમાં 4 વર્ષની બાળકીનું ચોથા માળેથી નીચે પટકાતા મોત, પરિવાર આઘાતમાં

પિતા પાસેથી પૂરી લઈને ગઈ ને…:સુરતમાં ચોથા માળની ગેલરીમાંથી રમતાં રમતાં 4 વર્ષીય બાળકીનું પટકાતાં મોત, પરિવારમાં શોકનો માહોલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવાગામમાં એક ચાર વર્ષની બાળકીનું ચોથા માળેથી પટકાયા પછી બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યુ. મૂળ ઉત્તપ્રદેશનો અને હાલ સુરતના નવાગામ ખાતે રહેતો રાહુલ મોર્યા પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે અને તે ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.

જ્યારે તેની ચાર વર્ષિય દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરની બહાર રમી રહી હતી અને માતા બીમાર હોવાથી રૂમમાં આરામ કરતી હતી. આ દરમિયાન પિતા રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા અને અંકિતા રસોડામાં આવી એક પૂરી લઈને ગેલેરીમાં રમવા જતી રહી. આ સમયે અંકિતા રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાઈ.

File Pic

ત્યારે દીકરીનો અવાજ સાંભળી પિતા દોડી આવ્યા અને પછી તાત્કાલિક બાળકીને લઇને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ. જો કે, બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવાર પર દુખોનું આભ તૂટી પડ્યુ. ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી આ પહેલા પણ બાળકના રમતાં રમતાં નીચે પટકાઈ જવાની ઘટના સામે આવી ચૂકી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina