સામાન્ય રીતે જ્વેલરીની દુકાનો પર બેઠેલા દુકાનદારો હંમેશા સજાગ રહે છે પરંતુ કેટલીકવાર કેટલાક ગ્રાહકો શોપિંગના નામે તેમનું સંપૂર્ણ ધ્યાન ખેંચી લે છે. જો કે, સામાન્ય ગ્રાહકો માત્ર ખરીદી માટે જ આવે છે, પરંતુ જે ગ્રાહકો ચોરી કરવાના ઈરાદાથી આવે છે તેમના માટે આમ કરવું તેમના આયોજનનો એક ભાગ હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર મહિલાઓ પ્લાનિંગ સાથે જ્વેલરી શોપમાં ઘૂસી જાય છે અને દુકાનદારને ફસાવી થોડી જ વારમાં 16.5 લાખની જ્વેલરી લઇ ફરાર થઇ જાય છે.
જો કે નવાઇની વાત તો એ છે કે દુકાનદારને ચોરીની જાણ પણ થતી નથી અને તે પોતાનું કામ ચાલુ રાખે છે. આ ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે, જે જોઈને યુઝર્સ પણ ચોંકી ગયા છે અને મહિલાઓની ચતુરાઈ પર આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં 4 મહિલાઓ એક દુકાનની અંદર બેઠેલી જોઇ શકાય છે. જેમાંથી પીળી સાડીમાં જોવા મળતી બે મહિલાઓ દુકાનમાં હાજર એકમાત્ર દુકાનદારને જ્વેલરી બતાવવા જાળમાં ફસાવી રાખે છે.
ત્યારે જ દુકાનના ગેટ પર બેઠેલી કાળી સાડી પહેરેલી અન્ય બે મહિલાઓ તેમના સાથીના સંકેતની રાહ જોઈ રહી છે. આ દરમિયાન બીજી મહિલા દુકાનદારને જોવાના બહાને ઘેરી લે છે જેથી તે ચોરી જોઈ ન શકે. આ દરમિયાન તે તેના બે મિત્રોને કામ શરૂ કરવા માટે સંકેત આપે છે. જે પછી કાળી સાડીમાં જોવા મળતી અન્ય બે મહિલાઓ દુકાનની બહાર હાજર સોનું ઉપાડીને પોતાની બેગમાં મૂકવા લાગે છે.
લગભગ 37 સેકન્ડની આ ક્લિપમાં બંને મહિલાઓ 3થી4 વખત જ્વેલરી ઉઠાવી પોતાની પાસે રાખે છે, આ પછી શું થાય છે તે કોઇને ખબર નથી પડી પણ આ વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર સનસની ફેલાવી દીધી છે. CCTV ફૂટેજ પર યુઝર્સ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઘટના 22 જૂન 2024ના રોજ સવારે 11:41 વાગ્યે બની હતી.
4 Women Looted Jewellery over 16.5 Lac pic.twitter.com/rkFMiXYQIf
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 10, 2024
X પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે, @gharkekaleshએ લખ્યું- 4 મહિલાઓએ 16.5 લાખથી વધુની કિંમતના ઘરેણાં લૂંટી લીધા. અત્યાર સુધીમાં આ વીડિયોને 8 લાખથી વધુ વ્યૂઝ અને 4 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ પોસ્ટ પર સેંકડો કમેન્ટ્સ પણ આવી છે, કમેન્ટ સેક્શનમાં યુઝર્સ મહિલાઓની ચતુરાઈ જોઈને તેમના વખાણ કરવાથી રોકી શક્યા નથી. જો કે મોટાભાગના યુઝર્સ આ ગંભીર ઘટનાને ગુનો ગણાવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.