ખબર

સુરતમાં યુવકે સગીરાનું સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે ઝડપી પાડ્યો તો આરોપીની પત્ની, બહેન અને માતાએ ભેગા મળીને સગીરાના ગુપ્તાંગમાં નાખ્યું મરચું

સગીરા પર અમાનવીય અત્યાચાર કર્યો આ મહિલાઓએ જેના પર દુષ્કર્મ થયું તે સગીરાને ગોંધીને ગુપ્તાંગમાં મરચું નાખી ડામ આપ્યા, ધ્રુજાવી નાખે તેવો કિસ્સો 

ગુજરામતા છેલ્લા ઘણા દિવસથી સગીરાઓ સાથે દુષ્કર્મ થવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવો ચકચારી ભરેલો મામલો સામે આવ્યો છે જેને સૌના હોશ ઉડાવી દીધા છે. પહેલા એક યુવકે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું અને પછી યુવકની પત્ની, માતા અને બહેને પણ સગીરાને અપહરણ કરીને તેના ગુપ્તાંગમાં મરચાનું પાણી નાખીને ડામ પણ આપ્યા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 11 એપ્રિલના રોજ સરથાણા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી એક સગીરાનું ઉમેશ વંશરામભાઈ ઉગરેજીયાએ અપહરણ કર્યું હતું. જે અંગે સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકને સુરેન્દ્રનગરના ચુડા ગામેથી ઝડપી પાડ્યો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી, જેમાં સામે આવ્યું હતું કે યુવકે સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.

જેના બાદ યુવક ઉમેશને પોલીસે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરીને જેલભંગો કર્યો હતો અને સગીરાને રાંદેર રામનગર ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપી હતી. જેના બાદ ગત 17 એપ્રિલના રોજ સગીરાને કોર્ટમાં રજૂ કરી પરિવાર પાસે જવાનું કહેતા પરિવારને આપવાનું નક્કી થયું. દીકરીનો કબ્જો લેવા માટે સગીરાની માતા ચિલ્ડ્રન હોમ ગઈ હતી અને ત્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તે રિક્ષામાં ઘર તરફ આવી રહ્યા હતા.

ત્યારે જ શ્યામધામ મંદિર ચાર રસ્તા પાસે ઉમેશની પત્ની, ઉમેશની બહેન અને તેની માતાએ રીક્ષા ઉભી રાખી સગીરાનું અપહરણ કર્યું, સગીરાની માતા બૂમો પાડતી રહી પરંતુ તેનું એક ના સાંભળ્યું અને અપહરણ કરી પોતાની સાથે લઇ ગયા અને ત્યાં એક રૂમમાં ગોંદી રાખી હતી. જેના બાદ સગીરાના કપડાં કાઢી નાખી તેના ગુપ્તાંગના ભાગમાં મરચા વાળું પાણી નાખ્યું હતું અને ગરમ સાણસીથી જાંઘ અને ગુપ્તાંગ પર ડામ પણ આપ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

સગીરા બચાવવા માટે બૂમો પાડી રહી હતી, પરંતુ ના કોઈ મદદે આવ્યું ના એ લોકોને તેની દયા આવી. જો અંગે પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. બીજી તરફ સગીરાની માતા તેની શોધખોળ કરતા તે મળી નહોતી અને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતી હતી ત્યારે જ વાલક પાટિયા પાસે દીકરી રડતી હાલતમાં મળી અને પોતાની સાથે બનેલી બધી જ ઘટના જણાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ માતા અને દીકરીએ સંગીતા ઉમેશ ઉગરેજિયા, મનીષા સના ચોવસિયા, મધુબેન સત્તા ચોવસિયા, કિરણ ઉર્ફે ટીના સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા આરોપી મધુબેન છનાભાઈ સોલંકી અને કિરણબેન રસિકભાઈ વાણોદિયાની ધરપકડ કરી પરંતુ મુખ્ય સૂત્રધાર ઉમેશની પત્ની સંગીતા અને તેની બહેન મનીષા ફરાર થઇ જતા તેમને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.