એરપોર્ટ ઉપર સમાન વધી ગયો તો પૈસા બચાવવા 30 કિલો સંતરા જાપટી ગયા 4 લોકો અને પછી થઇ એવી હાલત કે જાણીને જ દંગ રહી જશો

એરપોર્ટ ઉપર મોટાભાગે આપણે જોઈએ છીએ કે નિશ્ચિત માત્રામાં જ સમાન લઇ જવા દેવામાં આવે છે. જો વધારે વજન તમારે લઇ જાઉં હોય તો તેના માટે તમારે વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડે છે. જેના કારણે ઘણા લોકો કપડાં વધારે પડતા જ પહેરી લે છે અથવા તો ખાવાનો સામાન પણ એરપોર્ટ ઉપર જ ખાઈને વજન ઓછું કરી દેતા હોય છે.

Image Source

આવી જ એક ઘટના હાલ ચીનમાંથી સામે આવી છે જ્યાં ફ્લાઇટમાં સામાનના વધુ પૈસા ના ચૂકવવું પડે તે માટે થઈને કેટલાક લોકોએ 30 કિલો સંતરા ખાઈ લીધા પછી તેમની હાલત સાવ બગડી ગઈ. તે લોકોને મોઢાની અંદર છાલા પડી ગયા હતા.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

ચીનના યુનાન પ્રાંતમાં આવેલા કુનમિંગ ચેન્ગશુઈ ઇન્ટરનૅશન એરપોર્ટ ઉપર લોકોએ નિર્ણય કર્યો કે તે 30 કિલો સંતરા અંદરો અંદર જ ખાઈ જશે કારણ કે ફ્લાઈટમાં આ સંતરા લઇ જવા માટેના 3400 રૂપિયા તે આપવા નહોતા માંગતા. ચાર લોકો ત્યારબાદ 15-20 મિનિટમાં ત્રીસ કિલો સંતરા ખાઈ લીધા.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

ચીનના ગ્લોબલ ટાઈમ્સ ન્યુઝ પેપરના રિપોર્ટ પ્રમાણે આ લોકોએ એટલા માટે આ નિર્ણય લીધો કે સંતરાની કિંમત કરતા 6 ઘણી વધારે ફ્લાઈટમાં આ સંતરા લઇ જવાની ફી હતી .  જેના કારણે ચારેય લોકોએ સંતરા ખાધા પરંતુ તેનું પરિણામ ખુબ જ ખરાબ આવ્યું અને તેમને મોઢાના છાલાની સમસ્યાથી હેરાન થવું પડ્યું.

Niraj Patel