શું તમેં પણ તમારા વાળની સમસ્યાથી ચિંતિત છો?તો શેમ્પુમાં ઉમેરો આ વસ્તુ અને મેળવો વાળની દરેક સમસ્યાથી છુટકારો…

0

સ્ત્રી હોય કે પુરુષ દરેકને પોતાની સુંદરતા કાયમ રાખવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે. એવામાં મોટાભાગે લોકો અનેક નુસખાઓ અને જાત જાતની દવાઓ તથા બ્યુટી પ્રોડક્ટ્સનો સહારો લેતા હોય છે. ખાસ કરીને મહિલાઓમાં ત્વચાની સાથે સાથે વાળ પણ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરે છે. પ્રદુષિત વાતાવરણ અને ભાગદોડ ભરેલા જીવનને લીધે મહિલાઓને વાળની અનેક સમસ્યાઓ હેરાન કરી મૂકે છે.જો કે બજારમાં વાળને લાગતા અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જેમ કે જાત જાતના શેમ્પુ,કંડીશનર, સીરમ વગેરે છતાં પણ ફાયદો નથી મળતો.

Image Source

સ્કિનની સાથે સાથે યુવતીઓને પોતાના વાળની પણ ખાસ સંભાળ લેવાની જરૂર રહે છે.આજના સમયમાં વાળની સમસ્યા મહિલાઓમાં સામાન્ય બની ગઈ છે. જેમ કે ખોળો થાવો, કસમયે વાળ સફેદ થવા,વાળ ડ્રાઈ થઇ જાવા, વાળ ખરવા વગેરે.પરિણામે મહિલાઓ અવનવા નુસખાઓ અપનાવતી રહે છે, પણ ફાયદો કઈ જ નથી મળતો, અને પૈસાની પણ બરબાદી.એવામાં આજે અમે તમારા માટે એવા અમુક સરળ અને સસ્તા ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ જેના વડે તમે તમારા વાળને મુલાયલ,ઘેરા-કાળા, આકર્ષક અને લાંબા બનાવી શકશો.

Image Source

1.મુલાયમ અને આકર્ષક વાળ માટે:
એલોવેરા અનેક સમસ્યાનું સમાધાન છે. એવામાં જો વાળને શેમ્પુથી ધોયા પછી એલોવેરા કે એલોવેરા જેલ લગાડવામાં આવે તો તમારા વાળ આકર્ષક અને મુલાયમ બની જાશે. જો કે આ ઉપચાર તમારે અઠવાડિયામાં બે વખત કરવાનો રહેશે. વાળને મજબૂત બનાવવા માટે એલોવરા એક બેસ્ટ ઉપાય છે.તથા તે સફેદ વાળ થાતા પણ અટકાવે છે.

Image Source

2. ખોડાની સમસ્યા માટે:
મહિલાઓને સૌથી વધારે સમસ્યા ખોડાની રહે છે. પ્રદુષિત વાતાવરણ અને ઋતુમાં બદલાવને લીધે વાળમાં ખોળો થવો પણ સ્વાભાવીક છે. એવામાં જો તમે આ ઉપાય કરશો તો ખોડાની સમસ્યાથી સહેલાઈથી છુટકારો મેળવી શકશો. જેના માટે શેમ્પુ માં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને તેને વાળમાં લગાવીને 3 થી 4 મિનિટ સુધી રહેવા દઈને પણ ધોઈ લો. વાળને ધોયા પછી તમે જ તમારા વાળમાં ફરક અનુભવી શકશો.

Image Source

3.વાળમાંથી ખરાબ દુર્ગંધને દૂર કરવા:
ખાસ કરીને ગરમીના દિવસોમાં આવતા પરસેવાને લીધે વાળમાંથી દુર્ગંધ આવવા લાગે છે.જો કે લાંબા સમય સુધી વાળ ન ધોવાને લીધે પણ આ સમસ્યા ઉદ્દભવે છે માટે અઠવાડિયામાં બે વાર વાળ ધોવા જોઈએ.વાળમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે વાળને ધોતી વખતે શેમ્પુમાં બે ચમચી ગુલાબ જળ ઉમેરો. જે તમારા વાળને મજબૂત અને ઘેરા બનાવવાની સાથે સાથે દુર્ગંધને પણ દૂર કરી દેશે.

Image Source

4.ખરતા વાળને રોકવા માટે:
વાળનું ખરવું પણ મહિલાઓમાં એક સામાન્ય સમસ્યા છે.વાળને ખરતા અટકાવવા માટે શેમ્પુમાં બે ચમચી આમળાના રસને મિક્સ કરીને વાળમાં લગાવો અને અમુક સમય પછી ધોઈ લો.આ ઉપાય કરવાથી તમારા ખરતા વાળ અટકી જાશે અને નવા વાળના ગ્રોથમાં પણ વધારો થાશે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here