જાણવા જેવું

આળસુ બાળકોને આવા 4 ઉપાયોથી કરો હૅન્ડલ, હંમેશા માટે થઇ જશે એક્ટિવ

મોટાભાગના માતા-પિતાઓને એ ફરિયાદ હોય છે કે તેઓના બાળકો ખુબ જ આળસુ છે. નાના બાળકોથી લઈને કિશોરવસ્થા સુધી આજના સમયમાં આળસે દરેકને પોતાની પકડમાં લઇ રાખ્યા છે. અભ્યાસ તો પછીની વાત રહી પણ બાળકો ઘરના કામમાં મદાદ કરવામાં પણ સ્પષ્ટ ઇન્કાર કરી દેતા હોય છે.

Image Source

એવામાં જરૂરી છે કે તમે અમુક એવા તરિકાઓને અપનાવો જેનાથી તમારું બાળક સમજી પણ જાય અને આળસ પણ ભૂલી જાય.

1. સંબંધને મજબૂત બનાવો:

Image Source

બાળકો સાથેના તમારા સંબંધને મજબૂત બનાવવા માટે એકપણ મૌકો ગુમાવશો નહિ. જરૂરી છે કે તમે જવાબદાર વયસ્કની ભૂમિકા નિભાવી તમારા બાળકોની સાથે સંબંધને વધારે મજબૂત બનાવવાની દિશા તરફ કામ કરો. તેનાથી તમારી બોન્ડિંગ મજબૂત બનશે અને સાથે જ બાળકોના અનુભવને પણ યોગ્ય રીતે સમજી શકશો.

2. બહાનાઓને સમજો:

Image Source

બાળકના આળસ આવવાનું કારણ જાણવાની કોશિશ કરો, બાળક સાથે વાત કરો અને તેની ભાવનાઓને સમજવાની કોશિશ કરો, એ જાણવાની કોશિશ કરો કે આખરે તે બહાનું શા માટે બનાવી રહ્યો છે. તેનાથી તમે તમારા બાળકની ભાવનાઓને સમજશો અને બાળક પણ તમારું સન્માન કરશે.

3. બાળકોના મિત્ર બનો:

Image Source

બાળકોના મિત્ર બનીને તમે તેની પાસે અમુક સરળ કામ કરાવી શકો છો અને તમે તેને સાચા-ખોટાનો ફર્ક પણ સમજાવી શકો છો. તમે એ ચોક્કસ જોયું હશે કે તમારું બાળક જેટલું તેના મિત્રોની સાંભળે છે એટલું તમારું નથી સાંભળતો. માટે પોતાને બાળકોની કોશીશમા શામિલ કરો. તેનાથી તમારા સંબંધ પણ સારા બનશે અને તમારા બાળકોને પ્રોત્સાહન પણ મળશે.

4. રૉક-ટૉક ન કરો:

Image Source

ભલે તમને બાળકોની હરકતો પર ગુસ્સો આવી રહ્યો હોય પણ વાત વાત પર બાળકોની સાથે રોક ટોક ન કરો. તેનાથી તમારું બાળક ધીમે ધીમે તમારાથી દૂર થઈ જશે અને તમારી વાત પણ માનવાનું બંધ કરી દેશે. આ સિવાય તમારી રૉક-ટૉકને લીધે તે તમારી વાત ક્યારેય નહિ માને. માટે જેટલું બની શકે તેલતું બાળકોની સાથે એદકમ મુક્ત સ્વભાવ રાખો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ