જ્યોતિષ શાસ્ત્ર

વસ્તુ ટિપ્સ: ગરમ તવા પર શા માટે ન નાખવું જોઈએ પાણી, જાણો કારણ

હિંદુ ધર્મમાં ઘણી એવી બાબતોને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે. ઘણી વાતો એવી પણ હોય છે જેની પાછળ કોઈ લૉજિક નથી હોતું છતાં પણ લોકો એવી બાબતોને સદીઓથી માનતા આવ્યા છે. ઘણા લોકો આ વાતોને અંધવિશ્વાષ પણ મને સમજે છે પણ વાસ્તુ શાસ્ત્રના હિસાબે અમુક વાતો ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. જેમ કે ગરમ તવા પર પાણી નાખવું ન જોઈએ. જો કે તેના વિશે ઘણી બાબતો જવાબદાર છે પણ જો તેને વાસ્તુશાસ્ત્ર સાથે જોડીને જોવામાં આવે તો ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશેની જાણ થઇ શકે છે. એવામાં આજે અમે તમને વાસ્તુશાસ્ત્રના આધારે તવા સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.

Image Source

1. તવા પર મીઠું(નિમક)છાંટો:
મોટાભાગે મહિલાઓ જ્યારે રોટલી બનાવે છે ત્યારે તવો જે સ્થિતિમાં હોય તેમાં ઉપીયોગમાં લઇ લે છે. પણ વાસ્તુશાસ્ત્રના હિસાબે તવા પર રોટલી શેકતા પહેલા તેના પર મીઠાનો છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ઘનની ખામી નહીં આવે. આ સિવાય પહેલી રોટલી હંમેશા પ્રાણીઓને ખવડાવવી જોઈએ. જેનાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે.

Image Source

2. ક્યારેય પણ ઉલ્ટો તવો ન રાખો:
આવું તમે પણ તમારા ઘરમાં જોયું હશે કે તવા ને સાફ કરીને તેને ઉલ્ટો મુકવામાં આવે છે, પણ આ તરીકો એકદમ ખોટો છે. વાસ્તુશાસ્ત્રના હિસાબે જો તમે પણ આવું કરો છો તો અચનાક થનારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે.

Image Source

3. તવાને છુપાવીને રાખો:
મોટાભાગે મહિલાઓ રસોડામાં તવાને સાફ કરીને અન્ય વાસણોની સાથે જ રાખે છે. પણ તવાને ક્યારેય પણ આવી રીતે ખુલ્લો રાખવો જોઈએ નહિ. તવાને હંમેશા છુંપાવીને જ રાખવું જોઈએ. કોશિશ કરો કે ઘરના સદસ્યો સિવાય અન્ય કોઈપણ બહારના સદસ્યો તવાને જોઈ ન શકે. વાસ્તુશાસ્ત્રમાં આ બાબતને અશુભ માનવામાં આવેલી છે.

Image Source

4. ગરમ તવા પર પાણી નાખવું:
આવું ઘણા લોકો કરે છે. તવો જ્યારે ગરમ હોય છે તો તેને ઠંડો કરવા માટે લોકો તેના પર પાણી નાખવા લાગે છે. પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ તવા પર પાણી નાખવાથી વરસાદમાં મુસળધાર વરસાદ આવે છે, અથવા તો તબિયત પણ ખરાબ થઇ શકે છે, ગરમ તવા પર પાણી નાખવાથી જે અવાજ આવે છે તે તમારા જીવનમાં સમસ્યાઓનો સંદેશ લઈને આવે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ