ખબર

મુંબઈમાં ચોમાસાનો પહેલો વરસાદ બન્યો મોતનું કારણ, ૧ ૨ ૩ ૮ નહિ પણ આટલા લોકોને ચાલ્યા ગયા જીવ, કાળજું કંપાવી દેવી ઘટના

મુંબઈમાં ગઈકાલથી ચોમાસાની શરૂઆત થઇ ગઈ અને ગઈકાલે જ મુશળાધાર વરસાદ વરસ્યો, સાથે રસ્તાઓ પણ પાણીથી ભરાઈ ગયા અને ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ. હતી.

‘તો આ બધા વચ્ચે જ મોડી રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ માલવણી વિસ્તારમાં 1 ચાર માળની ઇમારત અચાનકથી ધરાશાયી થઇ ગઈ જેમાં 11 લોકોના મોત થઇ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર મલાડ વેસ્ટના માલવણી વિસ્તારમાં એક ચાર માળની ઇમારત રાત્રે 11:10 વાગે ધરાશાયી થઇ ગઈ હતી.

ઇમારત ધરાશાયી થવાના કારણે 11 લોકોના મોત થયા તો 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને બીડીબીએ  હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જયારે આ ઇમારત ધરાશાયી થઇ ત્યારે બાળકો સમેત ઘણા લોકો અંદર હાજર હતા.

ઘટનાની તરત બાદ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી કાટમાળમાં ફસાયેલા 15 લોકોને બચાવી લેવામાં આવ્યા. ફસાયેલા લોકો માટે બચાવ કાર્ય મોડા સુધી ચાલતું રહ્યું.

તો આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઇમારતમાં 20થી પણ વધારે લોકો હાજર હતા. જેમાં ઘણા બાળકો પણ હતા. તો આ બાબતે બીએમસી દ્વારા કહેવામાં આવ્યું છે કે આસપાસની ત્રણ ઇમારત પણ ખતરનાક સ્થિતિમાં છે અને તેને પણ ખાલી કરાવી દેવામાં આવી છે.  મુંબઈમાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યો જેના કારણે રેલવેના પાટા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.

VIDEO: