જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 4 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજના દિવસે આ રાશિના જાતકો ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉતાવળમાં કોઈ ખોટું પગલું ભરશો નહીં.
કામકાજને લઈને દિવસ સારો રહેશે.સખ્ત  મહેનતમાં વિશ્વાસ રાખવો. ઘરમાં શાંતિ રહેશે. સંબંધોને સંભાળવાની કોશિશ કરો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજના દિવસે આ રાશિના જાતકો કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે. કામની સાથે તમે તમારા પરિવારને પણ સમજી શકશો. ઘરના વડીલો સાથે બેસીને સમય પસાર થશે. આજના દિવસે આ રાશિના જાતકો માનસિક રીતે મજબૂત દેખાશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે પ્રેમીપંખીડાને સુખદ પરિણામો મળશે. ગૃહસ્થ જીવનમાં તણાવ વધી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે આ રાશિના જાતકોએ નસીબને આધારે બેસવાની બદલે આત્મવિશ્વાસથી કોઈ કામ શરૂ કરો. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રોને મળવાની તક મળશે. આવકમાં વધારો થશે. રાશિના જાતકોને પારિવારિક જીવનમાંથી તમને સંતોષ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજના દિવસે આ રાશિના જાતકોને માનસિક તણાવનું પ્રભુત્વ રહેશે. આ બાદનો દિવસ ખુશીથી વીતશે. કામને લઈને તમને ખૂબ સારા પરિણામ મળશે. આજના દિવસે કોઈ સારા સમાચાર સાંભળીને આનંદ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારા સંબંધોને સાચવીને ખાસ લોકોના દિલ જીતી શકશો. આજના દિવસે આવક પણ સારી રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
રાશિના જાતકો માટે આજના દિવસે બપોર સુધી સ્થિતિઓ ખૂબ સારી રહેશે. આજના દિવસે તમે દિલથી ખુશ થશો. આજના દિવસે કામમાં સહયોગ મળશે. પરંતુ બપોર પછી કોઈ બાબતે ચિંતા થઈ શકે છે. પૈસાનો બિનજરૂરી ઉપયોગ કરવાથી મુશ્કેલીઓ પેદા થઇ શકે છે. આવક સારી રહેશે. વિરોધીઓનો વિજય થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજના દિવસે માનસિક તણાવમાંથી બહાર આવતા બપોર સુધીનો સમય લાગશે. બપોર બાદ ધંધો ધમધોકાર ચાલુ રહેશે. આજના દિવસે કંઈક નવું કરવાનું વિચારશે. કામને લઈને મગજ ખૂબ જ ઝડપથી ચાલશે. આ સાથે જ મુશ્કેલ સમસ્યાઓનું નિરાકરણ પણ થશે. પરિવારમાં પ્રેમ વધશે અને પરિવારનો સહયોગ રહેશે.

7. તુલા – ર, ત (Libra):

આ રાશિના જાતકો માટે આજના દિવસે સંતાન પાસેથી લાગણી મળશે. બપોર પછી કેટલાક ખર્ચ થશે. નોકરી પર ધ્યાન આપવાથી કામમાં સારું પરિણામ મળશે. આરોગ્ય સ્વસ્થ રહેશે. ભાગ્ય તમને સાથ આપશે. આવકમાં વધારો કરશે. સંબંધોમાં પ્રેમ વધશે. પારિવારિક જીવન થોડું નિરાશાજનક થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજના દિવસે અંદરથી ખુશી થશે. પરિવારનો સહયોગ મળશે. આજના દિવસે પરિવાર સાથે કંઇક નવું કરવાનું વિચારશો. બપોર પછી બાળકો સાથે ખૂબ ભાવનાત્મક રીતે વાત કરશો અને તમારી મનની વાત તમે કહેશો. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ રોમેન્ટિક અને ક્રિએટિવ રહેશે. કામને લઈને આજનો દિવસ તમારા હાથમાં રહેશે. જેનો સદુપયોગ કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોનું આજના દિવસે આરોગ્ય મજબૂત રહેશે. આજના દિવસે કોઈ પણ કામ કરશો તેમાં જરૂર સફળ થશો.મન મજબૂત રહેશે. કામમાં તમને સફળતા મળશે. કેટલાક બિનજરૂરી રોકાણથી પૈસાનો વ્યય થઈ શકે છે તેથી સાવચેત રહો. સંબંધોમાં તણાવ વધી શકે છે જેના કારણે સાવચેત રહો.

10. મકર – જ, ખ (Capricorn):
આજના દિવસે આ રાશિના જાતકો માનસિક રીતે ખુશ રહેશે. ગૃહસ્થ જીવનમાં પ્રેમ વધશે. પ્રેમીપંખીડા આજના દિવસે પોતાને ભાગ્યશાળી માનશે અને પ્રિય વ્યક્તિને પોતાના દિલની વાત કરશે. કામને લઈને દિવસ સારો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજના દિવસે આ રાશિના જાતકોને આત્મવિશ્વાસ રહેશે. આવકમાં વધારો થશે, જેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. સંબંધોમાં પ્રેમ વધશે. કામકાજને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે મહેનત કરવાથી સારા પરિણામ મળશે.વિરોધીઓથી સાવધ રહો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજના દિવસે આ રાશિના જાતકો ખર્ચમાં વધારો થવાથી તણાવમાં વધારો થશે. પરંતુ મન અને વિચાર બંને તમારા પક્ષમાં રહેશે. આવક સારી રહેશે. સંબંધોમાં પ્રેમ વધશે. જીવન સાથી તરફથી તમને કોઈ સારા કામ વિશે સાંભળવા મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.