જ્યોતિષ શાસ્ત્ર

આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગો છો? તો ઘરમાં લાગવો આ 4 પ્લાન્ટ, અને પછી જુઓ ફાયદા

આપણી આર્થિક સ્થિતિને સુધારવા માટે અને વધુ ધનવાન થવા માટે આપણે મહેનત સાથે સાથે કિસ્મત ઉપર પણ આધાર રાખતા હોઈએ છીએ, ઘણીવાર આપણી મહેતન હોવા છતાં પણ આપણને યોગ્ય ફળ નથી મળતું ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે કિસ્મત સાથે નથી, ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે ઓછી મહેનતે વધુ આગળ નીકળી જાય છે ત્યારે આપણે તેને નસીબનો સાથ મળ્યો એમ પણ સમજીએ છીએ. આપણું નસીબ આપણને અલગ અલગ રીતે સાથ આપતું હોય છે, ઘરની અંદર કેટલીક એવી વસ્તુઓ અને વાસ્તુશાસ્ત્ર અનુરૂપ પણ જો રાખવામાં આવે તો પરિવારમાં સમૃદ્ધિ બનતી હોય છે. આજે આવી જ એક બાબત અમે જણાવવા જઈ રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. આ ચાર પ્લાન્ટને જો તમે ઘરમાં કે ઘરની આસપાસ રાખશો તો તમને ઘણો જ ફાયદો થશે.

Image Source
 1. તુલસીનો છોડ:
  તુલસીને આપણે હંમેશા પવિત્ર માનતા આવ્યા છીએ. તુલસી પરિવારમાં સુખ શાંતિની સાથે સાથે સમૃદ્ધિ પણ લાવે છે. જો યોગ્ય જગ્યા ઉપર તુલસીનો છોડ રાખવામાં આવે તો એ તમારી આર્થિક સમસ્યાને પણ દૂર કરે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવો.

  Image Source
 2. હરશૃંગારનો છોડ:
  આ એક એવો છોડ છે જે ઘરની અંદરથી દરિદ્રતાને દૂર કરે છે. કારણ કે આ છોડ માત્રની સુગંધ ઘરની અંદર પ્રવેશીને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સાથે સાથે તમારી આર્થિકતંગીને પણ દૂર કરવામાં ખુબ જ મદદગાર છે.

  Image Source
 3. આંબળાનો છોડ:
  આંબળાનું વૃક્ષ માતા લક્ષ્મીનું સૌથી પ્રિય વૃક્ષ છે. આ છોડને ઘરની અંદર લગાવવાથી લક્ષ્મી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે.

  Image Source
 4. મીઠા લીમડાનો છોડ:
  મીઠા લીમડાનો વપરાશ તો દરેક ઘરમાં થતો જ હોય છે પરંતુ જો તમે તમારા ઘરમાં મીઠા લીમડાનો છોડ પણ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ પણ સારી બને છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.