અરે બાપ રે… રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં જ 4 લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, શહેરમાં વ્યાપી ગયો ફફડાટ

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત, 48 કલાકમાં 4ને હાર્ટએટેક:પ્રોફેસર ઘરે બેભાન થયા

4 people died of heart attack in 48 hours : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. રોજ બરોજ કોઈના કોઈનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવતું જ રહે છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ દિવસ દરમિયાન એકાદ હાર્ટ એટેકનો મામલો સામે આવતો રહે છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકની ચપેટમાં વધુ આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 48 કલાકની અંદર જ રાજકોટમાંથી 4 હાર્ટ એટેકના મામલા સામે આવતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રોફેસરને આવ્યો હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને કચ્છમાં આવેલી નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા 44 વર્ષીય પ્રોફેસર મિતેશભાઈ ચૌહાણનું હાર્ટ એટેક આવતા જ મોત નીપજ્યું છે. તેમના મોત બાદ તેમના પરિવારમાં પણ ભારે માતમ છવાયેલો જોવા મળ્યો હતો. મિતેશભાઈ નાગેશ્વર વિસ્તારમાં આવેલ સત્યમ શિવમ સુન્દરમ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ગતરોજ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા જ તે બેભાન થઇ ગયા હતા.

48 વર્ષના વ્યક્તિનું પણ મોત :

મિતેશભાઈને તાત્કાલિક સ્વર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે હોસ્પિટલ ચોકી પોલીસનો સ્ટાફ પણ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત વધુ એક મામલામાં રાજકોટમાં આવેલા રૈયા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય સુરેશભાઈ ગોહેલ પણ અચાનક બેભાન થઇ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ મોત નીપજ્યું હતું.

ગઈકાલે સામે આવ્યા હતા બે મામલા :

ગઈકાલે પણ રાજકોટમાંથી બે હાર્ટ એટેકના મામલાઓ સામે આવ્યા હતા, જેમાં ગોંડલ રોડ પર આવેલા કાંગસીયાળી ગામ પાસે એટ્લાન્ટિક્સ હાઈટ્સ ટોયોટા શોરૂમની પાછળ રહેતા 51 વર્ષીય કેતનભાઈ મોહનભાઇ હિંગરાજીયા પણ રાત્રીના સમયે ઘરમાં જ બેભાન થઇ ગયા હતા. જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેવામાં આવ્યા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.આ ઉપરાંત ગતરોજ એક યુવકનું પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનો મામલો પણ સામે આવ્યો હતો.

Niraj Patel