બોટાદમાં એક જ પરિવારના ચાર લોકોએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો, હવે આ કેસમાં સામે આવ્યો એક નવો ખુલાસો, જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

બોટાદમાં એક જ પરીવારનાં ચાર લોકોએ ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા, 6 દિવસ પહેલા જ જેલમાંથી….

4 people commit suicide in Botad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, તો ઘણીવાર સામુહિક આપઘાતના મામલાઓ પણ સામે આવતા હોય છે. હાલ પણ એક એવી જ એક ઘટનાએ ગુજરાતીઓના રૂંવાડા ઉભા કરી દીધા છે, બોટાદમાં એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનું ઘટના સામે આવી હતી. ત્યારે આ મામલે હવે નવો ખુલાસો પણ સામે આવ્યો છે કે પરિવારે શા કારણે આપઘાત કર્યો હોઈ શકે.

પરિવારના 4 લોકોનો આપઘાત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર  ગઢડા તાલુકાના સખપર ગામના વતની એવા પરિવારના ચાર લોકોએ બોટાદના ગઢડા તાલુકામાં આવેલા નિંગાળા રેલવે સ્ટેશન પર અમદાવાદથી ભાવનગર જઈ રહેલી ટ્રેન નીચે કૂદીને સામુહિક આપઘાત કર્યો હતો.  જેમાં 22થી 25 વર્ષની બે મહિલાઓ અને બે પુરુષો સામેલ હતા. આ ઘટનામાં ચારેય લોકોના મોત થયાની પુષ્ટિ થઇ હતી. ત્યારે આ મામલે પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી.

થયો નવો ખુલાસો :

ત્યારે આ મામલે હાલ એક નવો ખુલાસો થયો છે, આપઘાત કરીને જીવન ટૂંકાવનારા પરિવારના ચારેય સભ્યો 307ના ગુન્હામાં જેલમાં હતા. પરંતુ 6 દિવસ પહેલા જ ચારેય જામીન પર છૂટીને બહાર આવ્યા હતા, મૃતક મંગાભાઈની પત્નીનું 6 મહિના પહેલા અવસાન થયું છે અને પરિવારની આર્થિક અને માનસિક તંગીના કારણે તેઓ અપસેટ રહેતા હતા. જેના કારણે તેમને પોતાના પિતા, દીકરા અને વે દીકરીઓ સાથે સામુહિક આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

6 દિવસ પહેલા જ જામીન પર છૂટીને આવ્યો હતો પરિવાર :

પોલીસ તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે ગત 15 ઓગસ્ટના રોજ મંગાભાઇને તેમના કૌટુંબિક ભાઈઓ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઇ ગયો હતો અને આ ઝઘડો મારામારી સુધી પણ પહોંચી ગયો હતો. જેના અબ્દ તેમના કૌટુંબિક ભાઈઓએ તેમના વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 307 કલમ હેઠળ ગુન્હો નોંધીને પરિવારના ચારેય સભ્યોને જેલમાં ધકેલ્યા હતા. જે 6 દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યા હતા.

Niraj Patel