દિલધડક સ્ટોરી

4 પેપર માં ફેઈલ થવા પર પાપા એ એમની દીકરી વિશે જે કહ્યું એ તમારા દિલ ને અડકી જશે.

પાપા ઓફીસ માં પહોંચ્યા અને સ્કૂલ માંથી ફોન આવ્યો , મધુર અવાજ માં એક મેડમ બોલ્યા , સર તમારી દીકરી જે બીજા ધોરણ માં છે હું એની ક્લાસ ટીચર છું. આજે પેરેન્ટ્સ મિટિંગ છે. રિપોર્ટ કાર્ડ દેખાડવા માં આવશે. તમે તમારી દીકરી સાથે પહોંચી જજો.

બિચારા પાપા શું કરતા. આદેશ થી પાબંધ. તરત છુટ્ટી લઈ અને ઘરે થી દીકરી ને લઈ અને ઘરે પહોંચ્યા. સામે જ ગુલાબી સાડી પહેરેલ , નાની બિંદી લગાવેલ નાની ઉંમર ની રૂપાળી અને તેજ મેડમ બેઠી હતી. પાપા બોલે એ પેહલા એ થોડા ગુસ્સા માં બોલી , તમે હમણાં ઉભા રહો. હું તમારા સાથે પછી વાત કરું.

પાપા એ દીકરી તરફ જોયું અને પછી બંને ચૂપચાપ પાછળ જઇ અને બેસી ગયા. મેડમ ગુસ્સા માં લાગે છે , દીકરી એ ધીરે થી કહ્યું. તારું રિપોર્ડ કાર્ડ ઠીક તો છે ને ? પાપા એ પૂછ્યું
ખબર નહીં પાપા , મેં પણ જોયું નથી. દીકરી એ બચાવ કર્યો.
લાગે છે કે આજે તારી મેડમ તારી સાથે મારી પણ ક્લાસ લઈ લેશે. ,પાપા પોતાને તૈયાર કરતા બોલ્યા.

એ બંને અંદરોઅંદર ગણગણી રહ્યા હતા ત્યાં મેડમ ફ્રી થઈ અને બોલ્યા , હા , હવે તમે બંને પણ આવી જાઓ. ,પાપા એ મરચા લેતી મધ જેવી અવાજ પાસે પહોંચ્યા. દીકરી પાપા ની પાછળ છુપાઈ ને ઉભી રહી.
મેડમ , જુઓ તમારી દીકરી ની શિકાયત તો ઘણી છે. પણ એ પહેલા તેમનો રિપોર્ટ જુઓ.

મેડમ એ સારાંશ માં બધી વાત કરી.

મેડમ ,તમારી દીકરી ઇંગ્લિશ માં ફેઈલ છે. પાપા એ એક નજર દીકરી તરફ કરી ડરી ને ઉભી હતી પછી હસી ને પાપા બોલ્યા ,. અંગ્રેજી તો વિદેશી ભાષા છે આ ઉંમર માં બાળકો પોતાની ભાષા જ નથી સમજી શકતા. ત્યાં મેડમ ગુસ્સે થઈ ને બોલી , એવું તો આ જુઓ હિન્દી માં પણ ફેઈલ થઈ છે.

પાપા એ દીકરી તરફ જોયું , દીકરી આંખો થી સોરી બોલી રહી હતી.

પાપા ,હિન્દી અઘરી ભાષા છે , ધ્વનિ આધારિત , એને જેમ બોલવા માં આવે છે એમ જ લખવા માં આવે છે. તમારા ઇંગ્લિશ સ્કૂલ માં કોઈ શુદ્ધ હિન્દી બોલવા વાળું નહીં હોય.

પાપા ની વાત વચ્ચે કાપતા મેડમ બોલી. મેડમ, અચ્છા તો તમે બીજા બાળકો વિસે શું કહેશો. આ વખતે પાપા એ વચ્ચે વાત કાપી અને બોલ્યા , બીજા બાળકો શા માટે ફેઈલ થયા એ મને નહીં ખબર … હું તો…

મેડમ ગુસ્સા માં બોલી , તમે મારી આખી વાત સાંભળી લો ,હું એમ કહું છું કે બીજા બાળકો જે પાસ થઈ ગયા છે ફેઈલ નહીં. છોડો બીજા ના રિપોર્ટ્સ જુઓ તમે. આજ ના બાળકો મોબાઈલ અને લેપટોપ ની નશ નશ થી જાણીતા છે. તો તમારી દીકરી કોમ્પ્યુટર માં કેમ ફેઈલ થઈ ગઈ ?

પાપા થોડા સિરિયસ થઈ ને બોલ્યા , આ ઉંમર છે બાળકો ના રમવા ફરવા ની કમ્પ્યુટર ચલાવવા ની થોડી છે.

મેડમ હવે ખૂબ ગુસ્સા માં આવી ગયા હતા. એ દરેક કોપીઓ ભેગી કરતા બોલ્યા , સાયન્સ ની કોપી દેખાડવા નો કોઈ ફાયદો જ નથી. કારણકે હું પણ જાણું છું કે અલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ બાળપણ માં તેમાં ફેઈલ થયા હતા.
પાપા ચૂપચાપ ઉભા રહ્યા.

મેડમ એ ફરી ફરિયાદ આગળ વધારી. એ ક્લાસ માં ડીસીપ્લીન માં નથી રહેતી ,વાતો કરે છે, અવાજ કરે છે, અહીંયા ત્યાં ફરે છે. પાપા એ મેડમ ને વચ્ચે જ રોક્યા અને કંઈક ખોજતી નજરે બોલ્યા. પાપા , એ બધું છોડો ,તમે કંઈક ભૂલી રહ્યા છો , આમાં ગણિત ની કોપી ક્યાં છે ,એનું રિઝલ્ટ જણાવો.

મેડમ , મોઢું ફેરવી ને બોલ્યાં , એને દેખાડવા ની જરૂર નથી.
પાપા , બીજી બધી કોપી દેખાડી તો એ પણ દેખાડી દો.

મેડમ એ આ મન એ દીકરી તરફ જોયું અને કોપી કાઢી ને આપી દીધી.

ગણિત ના નંબર બીજા વિષય થી અલગ હતા. 100%

પાપા, આ આપણા દેશ ની એજ્યુકેશન સિસ્ટમ ની કડવી સચ્ચાઈ છે કે બાળકો ને જે વિષય માં રુચિ ન હોય તો એને પણ ભણવા માટે મજબૂર કરે છે. જરૂરી નથી કે બાળકો ને દરેક વિષય માં રુચિ હોય જ. એના રસ મુજબ એને ભણવા નો હક છે. અને ટીચર એ પણ બાળકો ની રુચિ નું ધ્યાન રાખવું જોઈએ. બીજા વિષય માં આવેલ ઓછા નંબર દેખાડી એમને ડરાવવા ને બદલે એમને પ્રોત્સાહિત કરવું જોઈએ.

જો તમે આ વાત થી સહેમત છો તો કોમેન્ટ માં જણાવો.