4 ઓક્ટોબર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારે કોઈપણ ઉપર વિચાર્યા વગર ભરોસો કરવાનો નથી. તમારી એક ભૂલ આજે તમને ઘણું નુકશાન પહોચાડી શકે છે. આજે પ્રેમીઓ માટે સારો દિવસ છે પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગતા હોવ તો કરી શકશો જવાબ પોઝીટીવ મળશે. પારિવારિક જીવન આજે થોડું તણાવ ભરેલું હશે. વડીલોની તબિયત ખાસ સાચવવી. આજે ગળા સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી શોધી રહેલ મિત્રોને સારી કંપનીમાં નોકરી મળશે અથવા કોઈ નાનો વેપાર શરુ કરવાનો રસ્તો મળશે. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં મહત્વના પ્રોજેક્ટ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમે કરેલા સારા કાર્યોને લોકોને જાણ કરવાની જરૂરત નથી. ઓફિસમાં અને ઘરમાં દરેક લોકો સાથે શાંતિથી અને વિનમ્રતાથી વાત કરો ક્યાંક તમારું વાણી અને વર્તન તમારા ઓળખીતા અને પ્રિયજનને નુકશાન ના કરે એ ધ્યાન રાખજો. વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી
4. કર્ક – ડ,હ (Cancer):
આર્થિક પરીસ્થિતિ માટે હજી વધારે સતર્ક રહેવાની જરૂરત છે. આજે શેર બજાર અને કોમોડિટી માર્કેટમાં પૈસા રોકવાથી બચો. નોકરી કરતા મિત્રોને તેમના કાર્યસ્થળ પર કોઈ પરિવર્તન થવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળશે. મહિલાઓ માટે આજનો દિવસ સામાન્ય હશે બસ રસ્તા પર ચાલતા અને રસ્તો ઓળંગતા તકેદારી રાખવી. સંતાનની તબિયત નરમ ગરમ રહેશે. આજે પ્રેમી મિત્રો એકબીજાથી થોડા દૂર થઇ શકે છે. આજે તમે એક્સ્ટ્રા ઇન્કમ કમાવવા માટે ઘણી મહેનત કરશો જેમાં તમને સફળતા મળશે. આજે પરિવાર અને જીવનસાથી તરફથી સહકાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ
5. સિંહ – મ,ટ (Lio):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. માતા પિતા સાથે પ્રેમથી વાત કરવાનું રાખો વધુ પડતો લાગણીશીલ સ્વભાવ તમને નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તે તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારે અનેક મુસીબતનો સામનો કરવો પડશે પણ તમારું મજબુત મનોબળ તમને એ દરેક મુસીબતમાંથી બહાર લાવશે તમારે આજે કોઈપણ લલચાવનારી સ્કીમ કે રોકાણ કરવાવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવાના નથી કોઈ પણ પ્રકારની ચકાસણી વગર જો તમે પૈસાનું રોકાણ કરશો તો તમારા એ પૈસા ડૂબવાની સંભાવના છે. આજે સાંજે તમારા જીવનસાથી તરફથી તમને એક ખુબ સુંદર ભેટ મળી શકે છે. આજે સાંજ પરિવાર સાથે હળવા મૂડમાં વિતાવો. આજે ભાઈ અને બહેન સાથે સંબંધ વધુ મજબુત થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આવક વધારવા માટે સારા અવસર આજે મળશે, પણ તમને જોઈએ એવી સફળતા તમને મળશે નહિ, નિરાશ થયા વગર તમારું કામ ઈમાનદારી અને વધુ ઉત્સાહથી કરો. સફળતા જરૂર મળશે. પાસપોર્ટ, વિઝા, વગેરે જેવું કામ કરવામાં થોડી પરેશાની આવશે. કોઈને પણ ગુપ્તદાન કે ખાનગીમાં પૈસા આપતા પહેલા સાચવજો, નુકશાન થવાના યોગ છે. અનુભવી મિત્ર અને નિષ્ણાત વ્યક્તિની મદદ લો અને પછી જ કોઈ સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરો. એકંદરે આજે સ્વાસ્થ્ય સારું હશે પણ અમુક નાની નાની તકલીફ તમને હેરાન કરશે. જે પણ મિત્રોના લગ્ન સાથે બહાર પણ અફેર છે તેમની માટે આજે મુશ્કેલી ઉભી થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here