જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 4 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. બપોર બાદ ખર્ચમાં ઘટાડો થશે. માનસિક તણાવ સમાપ્ત થશે. જમીન ખરીદવા બાબતનું વિચારી શકો છો.
પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમભર્યા સમય આવશે. પ્રેમી પંખીડા આજના દિવસે રોમેન્ટિક રહી શકે છે. તમારા પ્રિય વ્યક્તિને લઈને ડેટ પ્લાન કરી શકો છો. કામને લઈને દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમફળદાયી રહેશે. બપોર સુધી આવક સારી રહેશે પરંતુ બપોર બાદ ખર્ચમાં વધારો થઇ શકે છે. માનસિક ચિંતા વધી શકે છે. કામને લઈને દિવસ મધ્યમ રહેશે. આજના દિવસેતમારે ખુબ મહેનત કરવી પડશે પરંતુ ફળ માટે પ્રતીક્ષા કરવી પડશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન તણાવથી ભરપૂર રહેશે. જેનાથી સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને સમજવામાં થોડા અસમર્થ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે મજાકના મૂડમાં હશો. કામને લઈને તમારું મગજ અને મહેનતથી આજનો દિવસ સારો રહેશે. જેનાથી સારા પરિણામ મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં વાત કરીંને તેના પ્રિય વ્યક્તિનું દિલ જીતવા માટે મહેનત કરશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કામને લઈને ભાગ્ય સારું રહેશે. તમને આજના દિવસે સારા પરિણામ મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે થોડી તકલીફનો સામનો કરવો પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. બપોર બાદ કામને લઈને તમને પ્રશંસા મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. બપોર બાદ માનસિક ચિંતા પુરી થશે. ભાગ્ય પ્રબળ રહેવાને કારણે કામમાં સફળતા મળશે. આજના દિવસે તમને ક્યાંય બાહર જવાનો મોકો મળી શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ તણાવ પૂર્ણ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે મસ્તીના મૂડમાં હશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ફળદાયક રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થઇ શકે છે જેનાથી ચિંતામાં વધારો થશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ કમજોર રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે તણાવ જોવા મળી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ખુબસુરત પળ વિતાવશે. જેનાથી દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. આજે તમારા પ્રિય વ્યક્તિની તારીફ માટે શેર શાયરી કહી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન બપોર બાદ સારું રહેશે. જીવન સાથી સાથે પ્રોપટી બાબતે વાત કરી શકો છો. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે તનતોડ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ફળદાયી રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ આવશે જેથી ધ્યાન રાખવાની જરૂર છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ ગેરસમજ થઇ શકે છે જેને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા સંબંધમાં આજના દિવસે નિરાશા. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે સ્વાસ્થ્ય સારું રહેવાથી મન પ્રસન્ન રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ખુબસુરત રહેશે. એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના રહેશે. પ્રેમી પંખીડામાં આજના દિવસે રોમાન્સ વધશે. કામને લઈને દિવસ થોડો કમજોર રહેશે પરંતુ કાર્ય કુશળતાથી કામ સારું થશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. સ્વાસ્થ્યને લઈને કોઈ મોટી સમસ્યા નહીં આવે પરંતુ દામ્પત્ય જીવનમાં તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડામાં આજના દિવસે ઝઘડો થઇ શકે છે.કામને લઈને દિવસ સારો રહેશે પરંતુ ભાગ્યની કમજોરીને કારણે કામ બગડી શકે છે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિની તબિયત ખરાબ થઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને ઉતાર-ચડાવનો સામનો કરવો પડશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમભરી પળ આવશે. એકબીજામાં સમજદારી વધશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે ભવિષ્યને લઈને ખાસ વાત કરી શકો છો. બપોર બાદ પરિવારમાં ખુશી આવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી મનમાં ઉત્સાહ આવશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ જોવા મળી શકે છે. જીવન સાથી કોઈ ખોટી વાત કહી શકે છે. પ્રેમી પંખીડાએ આજના દિવસે સમજદારીથી રહેવું પડશે. આજના દિવસે ઝઘડો થઇ શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે. તમારો અનુભવ કામ. આવશે બપોર બાદ ટ્રાવેલિંગ થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.