આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 4 નવેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
તમારી આવક વધારવા માટેના સારા અવસર તમને મળશે. શરૂઆતમાં તમને ધારેલ ફાયદો નહિ મળે પણ તમે નિરાશ થતા નહિ અને તમારું કાર્ય કરતા રહો સફળતા તમને જરૂર મળશે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે. આજે થોડો સમય કાઢીને આરામ કરવો જોઈએ. નોકરી કરતા મિત્રોને તેમના કામને લીધે વિદેશમાં જવાનો મૌકો મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સામાન્ય છે. આજે કોઈપણ જગ્યાએ પૈસા રોકવા માટેનો દિવસ નથી તો કોઈપણ તૈયારી અને ચેકિંગ કર્યા વગર પૈસા ઇન્વેસ્ટ કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે તમારું નસીબ તમારી સાથે જ છે. આજે તમરી આર્થિક સ્થિતિ મજબુત થશે. આજે કામના બોજા હેઠળ તમે ગુસ્સામાં કોઈની લાગણી દુભાવી દેશો. આજે જીવનસાથી સાથે તમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. તમારા પ્રિયપાત્ર સાથે તમે સારો સમય વિતાવી શકશો. જો કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આજે સ્વાસ્થ્યમાં થોડી તકેદારી રાખવાની છે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને તેમના મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. આજે તમને તમારું ઇન્સેન્ટીવ પણ મળી શકે છે. વેપારી મિત્રોને પોતાનો બિઝનેસ વિદેશમાં ફેલાવવાની તક મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આર્થિક સ્થિતિ મજબુત થશે. શેર માર્કેટથી સારું વળતર મળશે. આજે લોટરી કે શરતી વ્યવહારમાં પૈસા રોકવા નહિ. નવું વાહન, જમીન કે ઘર લઈ શકો છો. તમારા જીવનસાથી તરફથી તમને કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. જુના પ્રેમ સંબંધો તાજા થશે. પરણિત મિત્રોના સંબંધો વધુને વધુ મજબુત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સામાન્ય રહેશે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓ કે જે વિદેશ ભણવા જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. આજે મહેનત કરવાનો દિવસ છે, ઈમાનદારીથી તમારું કામ કરો. વેપારી મિત્રોને ઉધાર આપેલ પૈસા પરત મળશે. લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે, શેર અને બીજી કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરેલ પૈસાથી ઘણો જ ફાયદો થશે. તમે તમારા રહેવાનું ઘર બદલી શકો છો અથવા તો નોકરી કે વેપારને કારણે પરિવારથી દૂર થવાનો સમય આવશે. તમારું દાંપત્યજીવન ખુશહાલ હશે. તમારા જીવનસાથીનો સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ કામ કરો ત્યારે ઉતાવળ કરવી નહિ તમારા શરીરનું ધ્યાન રાખવું. આજે વાહન ચલાવતા સાવધાની રાખવી. પ્રેમીઓમાં એકબીજાને સમય ના આપવાને લીધે તકલીફ થશે તો આજે સમય કાઢીને મુલાકાત જરૂરથી કરજો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માંગતા મિત્રો સામે અનેક ઓપ્શન આવશે તેમાંથી કોની પસંદગી કરવી એ કોઈ નિષ્ણાત અને અનુભવી મિત્રની મદદથી નક્કી કરો. આજે મહિલાઓએ વિચારેલ કાર્ય પૂર્ણ થશે. નાનકડો વેપાર શરુ કરવા માંગતા વ્યક્તિ માટે આજે દિવસ અનુકુળ છે. સરકારી લાભો આજે મળવાના યોગ છે. વેપારી મિત્રો પોતાનો વેપાર વિદેશમાં ફેલાવી શકશે. લગ્ન કરવા માંગતા મિત્રોના જીવનમાં યોગ્ય પાત્રનું આગમન થશે. આજે આંખમાં નંબર ધરાવતી વ્યક્તિને નજર મજબુત થશે. ઘરમાં વડીલની તબિયતને લઈને ચિંતા વધશે. પ્રમોશન અને પગાર વધારાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે પૈસાનો કોઈપણ વ્યવહાર તમે તમારી સુજબુજથી કરજો, અનુભવી મિત્રોની સલાહ અને વડીલો દ્વારા આપવામાં આવેલ સલાહ પછી પણ જો યોગ્ય ના લાગે તો કોઈપણ કાર્ય આગળ વધારશો નહિ. આજે માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે જો કોઈ સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે જ લાવો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમારી દરેક સમસ્યા આજે પરિવાર સાથે મળીને સુલજાવી શકશો. જો તમે લગ્ન કરવા માંગો છો તો તમારી માટે સારા ઘરથી માંગું આવી શકે છે. તમારી મહેનત અને ઈમાનદારીથી તમને આજે કામમાં સારું પરિણામ મળશે. શેર માર્કેટમાં પૈસા આજે રોકવા નહિ. આજે જમીન કે મકાન લેવા માટેના યોગ છે. સરકારી પ્રોજેક્ટમાં પૈસા રોકવા માટેનો સારો સમય છે. આજે વાહન ચલાવતા તમારા દરેક જરૂરી કાગળ સાથે રાખો નહીતો દંડ ભોગવવો પડશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
શેર, કોમોડીટી ક્ષેત્રમાં જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. તમારા રોજીંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે જેનાથી તમારું સ્વાસ્થ્ય અને કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. શારીરિક સ્વાસ્થ્ય માટે તમારે આજથી ધ્યાન અને યોગ સાથે જોડાવાની જરૂરત છે. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં ના પસંદ હોય એવું અને વધારાનું કામ કરવું પડશે. તમારા ઉપરી અધિકારી તરફથી તમને થોડી વાતો સાંભળવી પડશે જે તમારા મનને દુઃખ પહોચાડશે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે આજે પોઝીટીવ દિવસ છે. બીજાને મદદ કરવી સારી વાત છે પણ કાઈ પણ જાણકારી વગર કોઈને ઉધાર આપવું એ યોગ્ય નથી. આજે પૈસા ડૂબવાના યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
પ્રોપર્ટીના ક્ષેત્રમાં કામ કરતા મિત્રોને ધનલાભ થશે. આજે તમારા મિત્રોને તમારી મદદની આશા હશે, બની શકે તો પ્રયત્ન કરો કે મદદ કરી શકો. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત આવશે. લાંબા સમયથી ચાલી આવેલ બીમારીનો આજે અંત આવશે. પરિવાર અને મિત્રો સાથે મજાક મસ્તી કરવાનો મૌકો મળશે. નોકરી કરતા મિત્રોને આજે પ્રમોશન કે પગારવધારો મળશે, તમારા કામથી તમારા ઉપરી અધિકારી અને સાથી કર્મચારી ખુબ ખુશ હશે. વેપારી મિત્રોને આજે પોતાનો વેપાર વિદેશમાં વધારવા માટેનો ચાન્સ મળશે. શેર માર્કેટમાં આજે પૈસા રોકવાથી બચવું, નુકશાન થઇ શકે છે. વિચાર્યા વગરનું આજે કોઈ કામ કરવું નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે શેર માર્કેટમાંથી તમને સારો ફાયદો થશે, પણ લોટરી અને શરતવાળી લાઈનથી દૂર રહો. આજે પરિવારના મોજ શોખ પાછળ ખર્ચ વધી શકે છે. આજનો દિવસ જમીન અને મકાનમાં ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેશે. આજે દિવસભર મહેનત કરવાથી સાંજના સમયે થાક અનુભવ કરશો. જીવનસાથી સાથે આજે બોલચાલ થઇ શકે છે. આજે જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે. વિદ્યાર્થી મિત્રોને આજે સારા સમાચાર મળશે. આજે મનની શાંતિ માટે નજીકના કોઈ મંદિરની મુલાકાત લો અથવા તો બગીચામાં ચાલવા જઈ શકો છો. પૈસા કમાવવા માટે આજે સારો દિવસ છે તમારી માટે આજે આવકના નવા સ્ત્રોતઉભા થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – તમારા પરિવાર અને માતા પિતા સાથે થોડો સમય ફાળવો, તેમને તમારી હૂંફની જરૂરત છે. આ વર્ષ તમારા અને તમારા જીવનસાથી માટે ખુબ લાભદાયી રહેશે. જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here