4 મહિનાની પ્રેગ્નેટ પત્નીની પતિએ કરી દર્દનાક હત્યા, હજી તો 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન, કારણ નીકળું ચોંકાવી દે તેવું

નરાધમ પતિએ 4 મહિનાની ગર્ભવતી પત્નીની કરી નાખી હત્યા, કારણ સાંભળીને કહેશો આને ફાંસીએ લટકાવવો જોઈએ

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કેટલીકવાર હત્યાનું કારણ અંગત અદાવત, કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ અથવા તો ઘરકંકાસ કે પછી દહેજ હોય છે. હાલમાં જમાનો ઘણો આગળ વઘી ગયો છે, પરંતુ હજી પણ કેટલીક જગ્યાએ દહેજનું દૂષણ ફેલાયેલુ છે. ઘણીવાર દહેજને કારણે કેટલીક પરણિતાઓ આપઘાત કરી લેતી હોય છે, તો ઘણીવાર સાસરિયા દ્વારા કેટલીક પરણિતાઓની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ત્યારે હાલમાં બિહારના ગોપાલગંજમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ દહેજ માટે તેની 4 મહિનાની ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખી. મંગળવારે મોડી રાત્રે આરોપી વિજેન્દર સાહે તેની પત્ની સોની દેવીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બંનેએ આ વર્ષે મે મહિનામાં લગ્ન કર્યા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સાસુ-સસરાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે આરોપી પતિ ઘર છોડીને ભાગી ગયો છે. આ મામલો નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોનહાવન ગામનો છે. જાદોપુર પોલીસ સ્ટેશનના બાબુ વિશુનપુર ગામના રહેવાસી દૂધનાથ સાહની પુત્રી સોની દેવીના લગ્ન કોંહવા ગામના રહેવાસી રાધેશ્યામ સાહના પુત્ર વિજેન્દ્ર સાહ સાથે 9 મે 2022ના રોજ થયા હતા. પરિવારે સ્થિતિ મુજબ સામાન અને લગ્ન ખર્ચ માટે રોકડ રકમ આપી.

તસવીર સૌજન્ય : એબીપી ન્યુઝ હિન્દી

અફસોસની વાત એ છે કે દહેજના ભૂખ્યા સાસરિયાઓએ પુત્રવધૂને દોઢ લાખ દહેજ અને રોકડની માગણી કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સોનીને તેના પિયરિયા સાથે વાત કરવાથી દૂર રાખવા માટે મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. સાસરીયાઓ સોનીને દહેજ માટે ત્રાસ આપતા હતા. ઘરમાં તેને માર મારવામાં આવતો હતો.આ દરમિયાન 4 ઓક્ટોબરના રોજ રાત્રે 12 વાગ્યે સોનીના પતિ વિજેન્દ્ર સાહે સાસરિયાઓને ફોન કરીને હત્યાની જાણ કરી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ પછી પતિ સહિત તમામ આરોપીઓ ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં પોલીસ મૃતદેહ પર પહોંચી અને આરોપી સાસુ તીજા દેવીની ધરપકડ કરી. હાલ બાકીના આરોપીઓ ફરાર છે જેમની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે. મૃતક પરણિતા ચાર માસની ગર્ભવતી હતી અને તેમ છત્તાં પણ પતિને સહેજ પણ દયા ન આવી તેની હત્યા કરી નાખી.

Shah Jina