ખબર

સુરત-મુંબઇની ફ્લાઇટમાં 4 મહિનાની બાળકીનું મોત, મૃત્યુનું કારણ શોધવામાં ડોક્ટર પણ…

કહેવત છે કે ‘ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું’. આવું જ કંઈક 4 માસની બાળકી સાથે થયું હતું. 4 માસની ફૂલ જેવી બાળકીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેની આ અસફર અંતિમ સફર બની જશે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે સવારે સુરતથી મુંબઈની સ્પાઇસ જેટની ફ્લાઇટ રવાના થઇ હતી. ફ્લાઇટ સવારે 7:50 વાગ્યે કલાકે મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ રહી ઘટી. તે સમયે દાદા અને દાદી અને માતા સાથે રહેલી રિયા નવીન જિંદાલ નામની ચાર માસની બાળકીનું મોત નિપજ્યુ હતું. ફ્લાઇટ મુંબઈ લેન્ડ થઇ રહી હતી ત્યારે આ બાળકી અચાનક બેભાન થઇ ગઈ હતી. બાળકી અચાનક બેભાન થઇ જતા તેની માતાએ ક્રુ મેમ્બરને જાણ કરી હતી.

Image Source

મેમ્બરે એટીસીને જાણ કરીને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર બોલાવી હતી. જ્યાંથી બાળકીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તે જ સમયે તેનું મોત થઈ ગયું હતું. બાળકીના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોતનું સાચું કારણ જાણી શકાયું ના હતું. બાળકીના શરીરની પેશીઓના નમૂનાઓ સર જે.જે.હોસ્પિટલમાં મોકલાયા હતા

એરપોર્ટ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ફ્લાઇટમાંથી ઉતાર્યા બાદ બાળકી અને તેની માતાને એરપોર્ટના મેડિકલ રૂમમાં લઇ જવામાં આવી હતી. જ્યાં બાળકીએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર)નો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

Image Source

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બાળકીને સવારે ૫:૩૦ કલાકે ખવડાવ્યું હતું. બાદમાં બાળકીના પરિવારજનોએ બાળકી સુઈ રહી હોવાનું માન્યું હતું. પરંતુ ફ્લાઇટ લેન્ડ થયા બાદ કોઈ હિલચાલ ના જણાતા તુરંત જ ક્રુમેમ્બરને જાણ કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.