એમેરિકાના કેલિફોર્નિયામાં મળી ભારતીય મૂળના એક જ પરિવારના ચાર સભ્યોની લાશ, 2ને વાગી હતી ગોળી, પતિ પત્ની 2 બાળકોના મોત

અમેરિકામાં રહેતા ભારતીય પરિવારે થોડા સમય પહેલા જ ખરીદ્યો હતો કરોડોનો બંગલો, રહસ્યમય સંજોગોમાં થયું મોત, 2 માસુમ બાળકો પણ સામેલ

4 members of the family died in USA : ભારતીયોમાં  વિદેશ જવાનો ખુબ જ ક્રેઝ જોવા મળતો હોય છે, કારણ કે વિદેશમાં આવકના સારા સ્ત્રોત હોય છે એમ તેમનું માનવું હોય છે. પરંતુ ઘણીવાર વિદેશમાંથી એવી ઘટનાઓ  સામે આવતી હોય છે જે આપણા પણ હોશ ઉડાવી દેતી હોય છે. વિદેશમાં ઘણા ભારતીયોની હત્યા થઇ હોવાની ઘટનાઓ પણ સામે આવે છે.  ત્યારે હાલ આવી જ એક ઘટના અમેરિકામાંથી સામે આવી છે, જ્યાં ભારતીય મૂળના અને એક જ પરિવારના 4 લોકોની લાશ ઘરમાંથી મળી આવી છે.

એક જ પરિવારના 4 લોકોના મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કેલિફોર્નિયાના સાન માટોમાં ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકોમાં કેરળના એક પરિવારના ચારનો સમાવેશ થાય છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે માસુમ બાળકોનો સમાવેશ થતો હતો. પોલીસને હત્યા-આત્મહત્યાની શંકા છે. મોત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બે જોડિયા બાળકો સહિત ચાર જણના ભારતીય-અમેરિકન પરિવાર 13 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયાના સાન માટિયોમાં તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બે જોડિયા બાળકો પણ સામેલ :

એક નિવેદનમાં, સાન માટો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે પીડિતોમાંથી બેને ગોળી વાગી હતી, જ્યારે અન્ય બેના મૃત્યુનું કારણ હજુ અજ્ઞાત છે. પીડિતોની ઓળખ 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેની 40 વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના જોડિયા બાળકો તરીકે કરવામાં આવી છે.  માહિતી આપતા સાન માટિયો પોલીસે કહ્યું, “દુઃખની વાત છે કે, બંને બાળકો તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના મૃત્યુનું કારણ હજુ તપાસ હેઠળ છે.

થોડા સમય પહેલા ખરીદ્યો હતો કરોડોનો બંગલો :

આ ઉપરાંત બાથરૂમની અંદર ગોળી વાગવાથી પતિ-પત્ની બંનેના મોત થયા હતા. સાન માટો પોલીસે જણાવ્યું હતું કે, બાથરૂમમાંથી લોડેડ 9 એમએમ હેન્ડગન અને એક મેગેઝિન પણ મળી આવ્યું હતું. જ્યારે પ્રારંભિક શંકા કાર્બન મોનોક્સાઇડ લીક થવા તરફ નિર્દેશ કરે છે. પરંતુ હજુ સુધી અધિકારીઓને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા નથી. આનંદ અને એલિસ બંને આઈટી સેક્ટરમાં કામ કરતા હતા અને છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ વરિષ્ઠ વિશ્લેષક હતી. તે બે વર્ષ પહેલા ન્યુ જર્સીથી સાન માટો કાઉન્ટીમાં રહેવા ગયો હતો. આ કપલે વર્ષ 2020માં 17.42 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.

Niraj Patel