પહેલા બે બાળકોને ઝેર આપી પતિ-પત્નીએ કરી આત્મહત્યા, ઓનલાઇન જોબે લગાવી દીધી ખુશહાલ જિંદગીમાં આગ, લેપટોપ હેક કરી બનાવ્યા અશ્લીલ વીડિયો

પહેલા 2 માસૂમ દીકરાઓને મોતની ઊંગ સૂવડાવ્યા અને પછી પતિ-પત્નીએ કરી લીધી આત્મહત્યા, લખી 4 પાનાની સુસાઇડ નોટ, ‘નોકરીની ઓફર આવી અને…’

Bhopal Family of 4 committed suicide : ગુજરાત સહિત દેશભરમાંથી આપઘાતના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર તો આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર માનસિક કે શારીરિક હેરાનગતિ તો કેટલીકવાર દેવું અથવા તો બ્લેકમેઇલિંગ જેવા કારણ પણ સામેલ હોય છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક પરિવારના 4 લોકોના મોત થયા.

મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, પતિ-પત્નીએ પહેલા તેમના બે બાળકોને ઝેર આપ્યું અને પછી આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ ઓનલાઈન જોબના ચક્કરમાં ફસાઈને લોન લીધી હતી.આ પછી, તે ઓનલાઈન નોકરીના દલદલમાંથી બહાર નીકળી શક્યો નહીં અને લોન લઈને કંપનીમાં પૈસા રોકતો રહ્યો. તેના પર લોનનું દેવું સતત વધી રહ્યું હતું. જેના કારણે સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ પછી જ વ્યક્તિએ પરિવાર સાથે આત્મહત્યા કરવાનું વિચાર્યું.

પહેલા બે બાળકોને ઝેર આપ્યુ અને પછી પતિ-પત્ની પોતે કર્યો આપઘાત
આ મામલો રતીબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નીલબાદ વિસ્તારનો છે. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ અને સલ્ફાસની ગોળીઓ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ખાનગી વીમા કંપનીમાં કામ કરતો હતો. આ દરમિયાન તેણે લોન એપ પરથી લોન લીધી હતી. સમસ્યાઓને કારણે તે EMI ચૂકવી શક્યો નહિ અને દેવું વધતું રહ્યું. આ પછી તેણે દર્દનાક પગલું ભર્યું.

4 પેજની લખી સુસાઇડ નોટ
હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વ્યક્તિએ સુસાઈડ નોટમાં લખ્યું કે, સમજાતું નથી કે શું કરવું ? ખબર નહીં કોની નજર અમારા નાનકડા પ્રેમી પરિવાર પર પડી ? અમે અમારા પરિવારના સભ્યોની માફી માંગવા માંગીએ છીએ. મારી એક ભૂલથી તમે બધા પરેશાન થઈ ગયા. અમે ખુશીથી જીવન જીવતા હતા, કોઈ સમસ્યા નહોતી. કોઈ ચિંતા પણ નહોતી. એપ્રિલમાં મને વોટ્સએપ અને ટેલિગ્રામ પર ઓનલાઈન કામ કરવાનો મેસેજ મળ્યો.

પત્ની કહેતી કે કંઇ ખોટુ ન કરતા
મને થોડા પૈસાની જરૂર હતી એટલે કામ કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે સમય ઓછો આપવો પડશે અને આવક સારી છે. શરૂઆતમાં મને થોડો ફાયદો થયો પણ પછી હું આ જોબના દલદલમાં ફસાઈ ગયો. આગળ કામ એટલું વધી ગયું કે તે તેમાં ખર્ચેલા પૈસાનો હિસાબ રાખી શક્યો નહીં.કામનું દબાણ પણ ઘણું વધી ગયું. હું આખો સમય આ કામમાં વ્યસ્ત રહેતો. મારી પત્ની મને જોઇને કહેતી કે કંઈ ખોટું ન કરતા. હું કહેતો હું ફક્ત તમારી ખુશી માટે કામ કરું છું. મને મેસેજ મળવા લાગ્યા કે આ ઓર્ડર પૂરો કરો અને તમારું કમિશન નીકાળો. તે એક એવો દલદલો હતો કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું.

જ્યારે મારા પૈસા સમાપ્ત થઈ ગયા, ત્યારે કંપનીએ મને લોન લેવા કહ્યું. મેં લોન લીધી અને કંપનીમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું. મને કોઈ લાભ મળતો ન હતો. હું કંપનીમાં જ પૈસા રોકતો હતો. મેં મારા પરિવાર પર લોનના પૈસા ખર્ચ્યા નથી. મારી પાસે પૈસાની તંગી છે. હું લોનની EMI ચૂકવી શક્યો ન હતો. લોન લેનારાઓએ મને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. મારા સિવાય આ કામ વિશે કોઈ જાણતું ન હતું. ઓનલાઈન જોબવાળાએ મને એટલો બધો દેવામાં નાખ્યો કે હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

પરિવારના સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે
કોઈક રીતે મેં જૂનમાં EMI જમા કરાવ્યું. આ પછી લોનની ચુકવણી થઈ શકી નહીં. લોન લેનારા લોકોએ મારો મોબાઈલ હેક કર્યો. તેઓએ મારા પરિવાર, સંબંધીઓ, સહકર્મીઓને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. મને કહ્યું કે તેઓ મારો અશ્લીલ ફોટો વાયરલ કરશે. હું ખૂબ જ દોષિત અનુભવું છું. હું કોઈની સાથે વાત કરવાને લાયક નથી. મારા કારણે બધા નારાજ થયા. હું બે વખત સાયબર ક્રાઈમ ઓફિસમાં ગયો હતો પરંતુ મામલો ઉકેલાયો નહિ. હું સમજી ગયો કે હું ઓનલાઈન જોબનો શિકાર બની ગયો છું.

મારી પત્ની અને બાળકોને પીડામાં એકલા છોડી શકતો ન હોવાથી બધાને મારી સાથે લઈ જાઉં છું. હું દરેકની માફી માંગુ છું. હું બહુ લાચાર છું. અમે ગયા પછી બધું સારું થઈ જશે. મારા ગયા પછી લોન માટે કોઈને પરેશાન ન કરવામાં આવે, મારી છેલ્લી ઈચ્છા છે કે અમારા પરિવારના સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે.

Shah Jina