ખબર

ઘાતક કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું, પરંતુ સામે એક આપી મોટી રાહત

છેલ્લા ૧ મહિનાથી કોરોનના કેસ સતત વધી રહ્યા છે અને ગુજરાતમાં રોજના ૧૫૦ આસપાસ ઓફિસિયલ મોતના આંકડા નોંધાય છે.છેલ્લા થોડાક દિવસથી રાહતના હતી કારણ કે કોવિડના પોઝિટિવ આંકડામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો.

પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 230 કેસનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. બીજી બાજુ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 131 દર્દીનું નિધન થયું છે. ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, ગત 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સાથે જ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આપણા રાજ્યમાં ટોટલ 7779 વ્યક્તિને કોવિડ ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 12,121 દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 464396 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 148297 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 778 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

હવે આખા દેશની વાત કરીએ તો એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે જે ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

હેલ્થ મિનિસ્ટ્રીના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો સજા પણ થયા છે.