જ્યોતિષ શાસ્ત્ર

4 મે 2019: શનિ અમાવસ્યા શનિદેવને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરો જેથી શનિની કૃપા તમારા ઉપર બની રહેશે…

શનિ ગ્રહને આપણા જીવનમાં ઘણી બધી બાબતોથી પ્રભાવિત કરે છે. અને આ આપણી કુંડળીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે. શનિની દૃષ્ટિ આપણા જીવનમાં ઘણી બધી બાબતો પ્રભાવિત કરે છે. જે લોકો પોતાની કુંડળીમાં શનિ ગ્રહથી પીડાય છે. તે લોકો આ ઉપાય કરવાથી તેનો લાભ થશે.

શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાવસ્યાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જો અમાવસ્યા શનિવારે હોય તો તેનું મહત્વ જ અલગ છે. આ દિવસે તમારા બધા સંકટ દૂર થાય છે. આ દિવસે શનિની પૂજા અર્ચના કરવાથી તમે દરેક સંકટમાંથી મુક્ત થશો.

Image Source

વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યા અને શનિ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષની બીજી શનિ અમાવસ્યા છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરો. અને તમારા દરેક સંકટ અને દૂર કરો. જે લોકોને શનિ સાઢેસાતી હોય, શનિ મહાદશા હોય, તેમજ શનિ નડતો હોય તે લોકોએ શનિ અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી તમને રાહત મળશે.

જે લોકો લાંબા સમયથી નોકરી, વ્યાપાર, લગ્ન, ધનની સમસ્યા ચાલી રહેલી હોય તે લોકોએ આસાની અમાવસ્યાના દિવસે આ રામબાણ ઉપાય જરૂર કરો. જેથી દર તમારી દરેક સમસ્યાનો અંત આવશે.

Image Source

ઉપાયો:-

1) શનિ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને એક કળશમાં દૂધ લઈને પીપળના વૃક્ષની પરિક્રમા કરવી.

2) શનિ અમાવસ્યા અને દિવસે સૂર્યાસ્ત સમયે પીપળાના વૃક્ષમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો.

3) દીવો પ્રગટાવ્યા પછી ‘ઓમ શનેશ્વરાય નમઃ’ ની 108 વાર માળા કરવી.

4) એક કાળો દોરાને પીપળાના વૃક્ષએ બાંધી ત્રણ ગાંઠો મારવી જેથી તમારા ધંધામાં જે પણ પરેશાની આવશે તે દૂર થશે.

5) શનિ અમાવસ્યાના દિવસે વ્રત રાખવું તેમજ શનિ ચાલીસાનો પાઠ કરવો.

6) જો તમારી કુંડળીમાં ચંદ્ર શનિની યુતી હોય તો શિવલિંગ ઉપર પાણી અથવા દૂધ ચઢાવુ તેમ જ ધતુરોનુ પુષ્પાઅર્પણ કરવુ.

Image Source

7) ઘોડાની નાળને તમારા દરવાજા પ્રવેશ દ્વાર ઉપર સ્થાપિત કરો. તેનુ ખુલ્લો મોં ઉપરની તરફ રાખવુ. આ ઉપાય કરવાથી તમારા કષ્ટોથી મુક્તિ મળશે.

8) શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરો કાળી અડદ, કાળુ કાપડ વગેરેનુ દાન કરવુ.

9) શનિ અમાવસ્યાના દિવસે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો.

10) શનિવારના દિવસે નખ, વાળ ન કાપવા. તેમજ જરૂર મંદ વ્યક્તિને દાન-દક્ષિણા આપવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks