જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

4 મે 2019 શનિ અમાવસ્યા ત્રિગ્રહી મહાસંયોગ આ 1 મહા ઉપાય અવશ્ય કરો અપાર ધન અને સુખ મળશે …

શનિ અમાવસ્યા કર્મપ્રધાન લોકો માટે ખાસ તેમજ ચમત્કારી માનવામાં આવે છે કારણ કે શનિદેવને કર્મના દેવ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2019 4 મે શનિવારના દિવસે શનિ અમાવસ્યા આવે છે. આ અમાવસ્યામાં ઘણા શુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે આ અમાવસ્યાને પ્રભાવશાળી અમાવસ્યા તરીકે ઓળખાય છે. આ દિવસે દાન સ્નાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. તેમજ તે કરવાથી શનિદેવની કૃપા તમારા ઉપર બની રહેશે.

શનિ દેવને પ્રસન્ન કરવા માટે આ મહા ઉપાય અવશ્ય કરો.

Image Source

વૈશાખી અમાવસ્યા તિથિ શુભ મુહૂર્ત:-

વર્ષ 2019 વૈશાખ અમાવાસ્યા 4 મે શનિવારના દિવસે આવે છે.

અમાવસ્યા તિથી પ્રારંભ 4 મે શનિવાર 4 :31 મિનિટ પર

શનિ અમાવસ્યા સમાપ્ત 5 મે રવિવાર 4:58 મિનિટ.

1) પીપળના વૃક્ષની પૂજા કરવી

માન્યતા છે કે અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરો શુભ માનવામાં આવે છે. શનિ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવાથી તેમજ શનિ મંત્ર તેમજ શનિ ચાલીસાનો પાઠ કરવો. તેમજ તેની પરિક્રમા કરવી. આવું કરવાથી શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહેશે તેમજ તમારા કરિયર ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે.

Image Source

2) તલ અને તેલનું દાન કરવું

અમાવસ્યાના દિવસે શનિ મંદિરમાં તેલ અથવા કાળા તલનો દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે દાનનો પણ મહિમા છે. અમાવાસ્યાના દિવસે દાન કરવાથી સફળતા અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

3) શનિ મંદિરમાં પૂજા કરવી

શનિ અમાવસ્યાના દિવસે જો સંભવ હોય તો સંની મંદિરમાં જઈને શનિદેવની પૂજા અર્ચના કરવી તેમજ શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમના મંત્ર જાપ કરવો. અમાવસ્યાના દિવસે તેલ, કાળા તલ, અડદ શનિદેવને અર્પણ કરવી અને શની ચાલીસાનોપાઠ કરવો. આવું કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીનું નિવારણ થશે.

Image Source

4) કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવુ

અમાવસ્યા તિથિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું એ ખુબ જૂની માન્યતા છે. જો સંભવ હોય તો સોની અમાવસ્યાના દિવસે કોઈ નદીમાં સ્નાન કરુવુ તેમજ જરૂરમંદ વ્યક્તિને શ્રદ્ધાનુસાર દાન કરવુ. એવું કરવાથી તમારા જીવનમાં ધન-ધાન્યની ક્યારેય ખોટ આવે નહીં અને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.

મહા ઉપાય:-

શનિ અમાવસ્યાના દિવસે ઘરમાં ઝાડુ (સાવરણી) બદલીને નવું ઝાડુ ખરીદીને લાવવું તે શુભ માનવામાં આવે છે. શનિ અમાવસ્યાના દિવસે ઘર ઓફિસ દુકાન દરેક છે કે સાફ રાખવી. જેનાથી માનસિક શાંતિ બની રહેશે. તેમજ શનિ અમાવસ્યાના દિવસે ઝાડુનો દાન કરવાથી વ્યક્તિના જીવનમાં દુઃખ હંમેશા માટે દૂર થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks