વાયરલ

ધોતી-કુર્તો પહેરીને ચાર આધેડ મિત્રોએ કર્યો એવો ડાન્સ કે આઇપીએસ અધિકારી પણ બની ગયા તેના ફેન, જુઓ વીડિયો

ભારતની સંસ્કૃતિ દર્શાવતો અનોખો વીડિયો-ચાર આધેડ મિત્રોએ લોકગીત પર કર્યો ગજબનો ડાન્સ, જોઈને તમે પણ થઈ જશો તેના ફેન

આપણો દેશ વિવિધ સંસ્કૃતિ અને રીત-રિવાજથી ભરેલો છે. દેશની સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે જ્યાં પણ જઈએ અલગ અલગ લોકો અને રંગ જોવા મળશે. દુનિયાના ખૂણે ખૂણે વસતા લોકોની રીતભાત, પોશાક, ખોરાક,રહેણી કરણી વગેરે અલગ અલગ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ આપતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. વીડિયોમાં ચાર મિત્રો મસ્તીના મૂડમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. દરેક કોઈ એક લોકગીત પર ડાન્સ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કોઈ એક સમારોહ ચાલી રહ્યો છે, અને ટેન્ટ પણ લાગેલું છે. પાછળની તરફ અન્ય પણ લોકો ખુરશી પર બઠેલા દેખાઈ રહ્યા છે. આ ચારે મિત્રો, જે થોડા ઉમરદાજ દેખાઈ રહ્યા છે તેઓ પોતાની મસ્તીમાં સફેદ કુર્તો અને ધોતી પહેરીને ડાન્સ કરી રહ્યા છે. વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો ખૂબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

વિડીયો આઈપીએસ સાધિકારી પ્રહલાદ મીનાએ શેર કર્યો છે, અને તે પણ આ મિત્રોના ડાન્સના ફેન બની ગયા છે, વીડિયો શેર કરીને તેમણે કેપ્શનમા લખ્યું કે,”આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ”. વીડિયોને અત્યાર સુધીમાં 29 હજારથી પણ વધારે જોવામાં આવ્યો છે. વિડીયો પર એક યુઝરે લખ્યું કે,”દુનિયાએ જીત્યા હશે દેશ, આપણી સંકૃતિએ તો અનેક દિલોને જીત્યા છે”. અન્ય એકે લખ્યું કે,”આપણી સંસ્કૃતિ જ આપણી અસલી ઓળખ છે”.