જ્યોતિષ શાસ્ત્ર

આ 4 રાશિઓ હોય છે ખુબ જ ભાગ્યશાળી, ક્યાંક આ લકી રાશિઓમાં તમારી રાશિ તો નથી ને

જ્યોતિષશાસ્ત્રના આધારે વ્યક્તિના જન્મ, સ્થાન સમય અને નક્ષત્ર અને રાશિના આધારે તેનું નામકરણ કરવામાં આવે છે. રાશિના આધારે દરેક વ્યક્તિનું ભવિષ્ય, કાર્ય  અને સ્વભાવની જાણ થાય છે. એવામાં આજે અમે તમને તે ચાર રાશિઓ વિશે જણાવીશું જેને ખુબ જ ભગયશાળી માનવામાં આવે છે.

Image Source

1. મેષ રાશિ:
મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ માનવામાં આવે છે. મંગળ ગ્રહને અન્ય ગ્રહોના સેનાપતિ પણ માનવામાં આવે છે. આ રાશિના લોકો સારા નેતૃત્વકર્તા સાબિત થાય છે જેને લીધે તેઓ અન્ય લોકોથી વધારે મજબૂત અને તાકાતવર હોય છે. પરિશ્રમ અને પોતાની ક્ષમતાના બળ પર આ લોકો પોતાના જીવનમાં સફળતા મેળવી લે છે.

Image Source

2. વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ પણ મંગળ જ છે માટે આ રાશિના લોકો સાહસી, હિંમતવાન અને નીડર હોય છે. આ રાશિના લોકો કોઈપણ કામમાં જોખમ લેવાથી બિલકુલ પણ અચકાતા નથી અને નીડરતાપૂર્વક કાર્ય કરે છે. પોતાનું કામ પૂર્ણ કરીને જ તેઓ નિરાંતનો શ્વાસ લે છે.

Image Source

3. મકર રાશિ:
મકર રાશિનો સ્વામી શનિ છે,આ ગ્રહ ન્યાયપ્રિય અને મજબૂત ગ્રહ માનવામાં આવે છે.જેને લીધે આ રાશિના લોકો આત્મવિશ્વાસી હોય છે. શનિની કૃપા દ્રષ્ટિ હંમેશા આ રાશિ પર બનેલી રહે છે. આ લોકો પોતાની મહેનત અને લગનથી જીવનમાં મુકામ મેળવી જ લે છે.

Image Source

4. કુંભ રાશિ:
કુંભ રાશિનો પણ સ્વામી ગ્રહ શનિ જ છે. આ ગ્રહને કર્મફળ દેવતા કહેવામાં આવ્યા છે. આ રાશિના લોકો ખુબ સમજી વિચારીને યોજના બનાવે છે અને કાર્ય કરે છે અને પોતાની ઇમાનદારીના બળ પર સફળ થાય છે. અન્ય રાશિની તુલનામાં આ રાશિના લોકો વધારે બળશાળી હોય છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.