કળિયુગના દેવતા બજરંગબલીની પૂજા-અર્ચના માટે મંગળવારનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી ભગવાન જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. આ સિવાય મોટામાં મોટા સંકટો પણ દૂર થઇ જાય છે. આવો તો તમને જણાવીએ મંગળવારે કરવામાં આવતા ઉપાયો વિશે.

1. આર્થિક તંગીથી ચિંતિત લોકોએ મંગળવારના દિવસે એક નારિયેળ અને સિંદૂર લઈને હનુમાનજીના મંદિરમાં જવાનું રહેશે. અને નારિયેળ પર સિંદૂરથી સાથિયો બનાવી હનુમાનજીને અર્પણ કરો અને આ સિવાય ઋણમોચક પાઠ પણ કરો, તમને જલ્દી જ તમારી આ સમસ્યાથી છુટકારો મળી જશે.

2. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને ‘શ્રીરામ’ લખેલી ધ્વજા હનુમાનજીને અર્પણ કરો. તેના સિવાય મંગળવારે હનુમાનજીને ભોગની સાથે સાથે તુલસીના પાન ચઢાવવા પણ શુભ માનવામાં આવે છે. હનુમાનજીના આ ઉપાયથી સમાજમાં તમારું માન-સન્માન વધશે અને પરિવાર સાથે પણ તાલમેળ બનશે.

3. મંગળવારના દિવસે પીપળાના 11 પાન લઇને તેને સાફ પાણીથી ધોઈ લો. તેના પછી આ પાન પર લાલ સિંદૂર કે ચંદનથી ભગવાન રામનું નામ લખીને હનુમાનજીને સમર્પિત કરવાથી જીવનના દરેક કષ્ટનું નિવારણ થઇ જશે.

4. મંગળવારના દિવસે ગાયને રોટલી ખવડાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે. ગાયને રોટલી ખવડાવવાથી હનુમાનજીની કૃપા તમને ચોક્કસ પ્રાપ્ત થશે. તેના સિવાય મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં નારિયેળ ચઢાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.