ખબર

12 કલાક સુધી પગમાં ચપ્પલ પહેરવા ઉપર આ કંપની આપી રહી છે 4 લાખ રૂપિયા, આજે જ આ વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લો

કોરોના કાળની અંદર ઘન લોકો નોકરી વિહોણા બની ગયા છે તો ઘણા લોકોના ધંધા પણ બંધ થઇ ગયા છે, ત્યારે આજે પૈસાની જરૂરિયાત લગભગ મોટાભાગના લોકોને થાય છે. પરંતુ આવા સમયમાં જો કોઈ તમને ઘરે બેઠા જ 4 લાખ રૂપિયા આપે તો કેવી નવાઈ લાગે ?

આમ તો આ વાત માનવામાં આવે એવી નથી, પરંતુ આ હકીકત છે. એક ચપ્પલ બનાવતી કંપની તમને મહિનામાં માત્ર 2 વખત 12 કલાક સુધી તેના ચપ્પલ પહેરવા ઉપર તમને 4 લાખ રૂપિયા આપી રહી છે.

Image Source

બેડરૂમ એથ્લેટીક્સ નામની આ કંપની પોતાની આ જાહેરાતને લઈને ખુબ જ ચર્ચામાં છે. કંપની દ્વારા સ્લીપર ટેસ્ટરની જોબ બહાર પાડવામાં આવી છે. જે ગયા વર્ષે પણ બહાર પાડવામાં આવી હતી. આ જાહેરાત બાદ કંપનીને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. 

Image Source

આ કંપની દ્વારા બે પદ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં એક મહિલા માટે છે અને એક પુરુષ માટે. જેની અંદર તમારે ચપ્પલ પહેરીને કંપનીને જણાવવાનું છે કે આ પહેરવાનો તમારો અનુભવ કેવો રહ્યો છે.  તમારા આ રીવ્યુના આધાર ઉપર કંપની પોતાના કામને વધુ સારું બનાવવાના પ્રયત્ન કરશે. 

Image Source

આ જોબ મેળવવા માત્યે તમારે મહિનામાં બસ બે દિવસ માટે ચપ્પલનું ટેસ્ટિંગ કરવાનું છે. જેની અંદર દિવસના 12 કલાક સુધી તમારે ચપ્પલ પહેરવા પડશે. કંપની દ્વારા પોતાની જાહેરાતની અંદર લખવામાં આવ્યું છે કે તેના માટે તેમના સિલેક્ટેડ પ્રતિસ્પર્ધીએ તેમની કંપની અને બીજા નાઈટ નાઈટ વેરને પણ કમ્ફર્ટ માટે ટેસ્ટિંગ કરવા પડશે.

Image Source

જો તમે પણ આ નોકરી કરવામાં રસ ધરવો છો તો તમારે કઈ ખાસ નથી કરવાનું. ઘરે બેઠા બેઠા જ કંપનીની વેબસાઈટ ખોલી અને તેમાં એક ફોર્મ ભરવાનું છે, જેમાં તમારો અનુભવ પણ વર્ણવવાનો છે. આ ફોર્મ ભરવા માટે તમારે www.bedroomathletics.com ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે, વધારે માહિતી પણ તમને ત્યાંથી મળી રહેશે.