અમેરિકામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય 4 લોકોના અપહરણ બાદ હત્યા, માતૃભૂમિ છોડીને વિદેશ જનારા આ જરૂર જોજો

અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયેલા પંજાબના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં આઠ મહિનાની બાળકી પણ સામેલ છે. મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે કહ્યું કે તે ખૂબ જ ભયાનક અને ડરામણુ છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 ઓક્ટોબરના રોજ સાઉથ હાઈવે 59ના 800 બ્લોકમાંથી ચાર લોકોનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કોઈ શંકાસ્પદનું નામ આપ્યું નથી. પરિવારનો અમેરિકામાં પોતાનો ટ્રાન્સપોર્ટ બિઝનેસ છે. આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી હતા.

આ પહેલા કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષના એક વ્યક્તિની અટકાયત કરી હતી. આ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો અને હવે તેની હાલત નાજુક છે. અધિકારીઓએ જણાવ્યું કે અપહરણકર્તાઓએ આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મર્સિડ કાઉન્ટી શેરિફ ઓફિસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર અને

તેમની 8 મહિનાની દીકરી આરોહી ઉપરાંત 39 વર્ષીય અમનદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયા પોલીસે શંકાસ્પદ વ્યક્તિને અત્યંત ખતરનાક અને હથિયારધારી ગણાવ્યો છે. પોલીસે તે સમયે ઘટના અંગે વધુ વિગતો શેર કરી નહોતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઈ ભારતીયનું અપહરણ થયું હોય. અગાઉ 2019માં ભારતીય મૂળના કે તુષાર અત્રેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પોલીસને તુષારનો મૃતદેહ તેની ગર્લફ્રેન્ડની કારમાંથી મળ્યો હતો.અમેરિકામાં ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક દ્વારા કેલિફોર્નિયામાં તેના ઘરેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના થોડા કલાકોમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભારતીયો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. કેલિફોર્નિયાના ટાકો બેલ રેસ્ટોરન્ટમાં 21 ઓગસ્ટના રોજ વંશીય હુમલાની એક ઘટના સામે આવી હતી.

જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આરોપીએ કહ્યું હતું કે તમે હિન્દુ છો જે ગાયના પેશાબથી ન્હાય છે. આ ઉપરાંત ટેક્સાસમાં પણ મેક્સિકન-અમેરિકી મહિલાએ ચાર ઈન્ડો-અમેરિકન મહિલાઓ પર વંશીય ટિપ્પણી કરી હતી અને મારપીટ પણ કરી હતી. મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મૂળની મહિલાઓ સાથે અભદ્ર ટિપ્પણી અને ગાળાગાળી કરતી જોવા મળી હતી.

Shah Jina