સુરતમાં આ કાઠિયાવાડી એરિયામાં પૈસા ફેંકીને શરીર સુખ માણવાનો ધંધો ચાલતો હતો, ઝડપાતા જ કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહ્યા
ગુજરાતમાંથી અવાર નવાર સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થતો હોવાની ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર પોલિસ દ્વારા રેડ પાડવામાં આવે ત્યારે ત્યાં કેટલીક રૂપલલનાઓ કઢંગી હાલતમાં ઝડપાતી હોય છે. ઘણીવાર પોલિસને બાતમી મળતા આવી જગ્યાએ રેડ પાડવામાં આવતી હોય છે. તો ઘણીવાર પોલિસ કોઇ ડમી ગ્રાહક મોકલી આવા ધંધાનો પર્દાફાશ કરતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સુરત અને રાજકોટમાંથી આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં સુરતમાંથી જ આવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ તાપ્તિ ગંગા એપાર્ટમેન્ટમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
અહીંથી 4 જેટલી દેહ વિક્રિયના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી જણાવી દઇએ કે, સુરતમાં અનેક જગ્યાએ દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે આવી પ્રવૃત્તિને ડામવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હવે ફરી એકવાર આવા કુટણખાનાનો પર્દાફાશ થયો છે અને આવા ધંધા સાથે જોડાયેલ 4 મહિલાઓ પણ પકડાઇ છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, દેહવેપાર માટે બહારથી પણ મહિલાઓ બોલાવવામાં આવતી. જયારે વરાછા પોલીસે દરોડા પાડી 4 મહિલાઓને ઝડપી હતી, જો કે સ્પા સંચાલક નાસી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તાપ્તિ ગંગા એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો, જેને કારણે ત્યાં રહેતા લોકો અને દુકાનદારોને ઘણી મુશ્કેલી પડી રહી હતી.
આ બાબતને લઇને પોલીસને માહિતી મળી હતી કે સ્પાના નામે દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે અને બહારથી રૂપલલનાઓને બોલાવવામાં આવે છે. ત્યારે આ બાબતને લઇને વરાછા પોલીસે દરોડા પાડ્યા હતા અને 4 મહિલાઓને ઝડપી પાડી હતી, જો કે સ્પા સંચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ આ મામલે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.