ખેલ જગત જીવનશૈલી

50 કરોડનું ઘર અને 60 લાખની બાઇક, ધોનીને આ 4 મોંઘી ચીજોનો શોખ છે જુઓ PHOTOS

સચિન પછી દુનિયાનો સૌથી અમિર ક્રિકેટર ધોની જ છે, 1000 કરોડથી વધારે નેટ વર્થ છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશ્વવ્યાપી કેપ્ટન કૂલ તરીકે જાણીતા છે. તેમની તેજસ્વી રમતના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ધોની, ભારતનો સૌથી સફળ વનડે કેપ્ટન, વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરો પૈકી  એક છે.

Image Source

જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. સચિન તેંડુલકર પછી તે વિશ્વનો બીજો સૌથી ધનિક ક્રિકેટર છે. છેલ્લા 1 વર્ષથી ટીમ ઇન્ડિયાનો ભાગ ન હોવા છતાં, તેની ધોનીની કમાણી પર કોઈ અસર થઈ નથી. તેઓ હજી પણ ઍડ્વેર્ટિઝમેન્ટથી વાર્ષિક કરોડો કમાય છે.

SEVEN એ મહેન્દ્ર સિંહ ધોનીની જીવનશૈલી બ્રાન્ડ છે જે સ્પોર્ટ્સ વિયર બનાવે છે. આ સિવાય તેમની પાસે ‘સ્પોર્ટ્સફિટ પ્રા.લિ.’ નામની કંપની છે જે દેશભરમાં 200 થી વધુ જીમ ધરાવે છે. ધોની ‘સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ’ માં ‘માહી રેસીંગ ટીમ ઈન્ડિયા’નો માલિક છે. તે ‘ઈન્ડિયન સુપર લીગ’ માં ‘ચેન્નાઈન એફસી’ ટીમનો માલિક પણ છે. ધોનીએ હોટલના વ્યવસાયમાં પણ નાણાંનું રોકાણ કર્યું છે. તે રાંચીની આલીશાન હોટલ માહી રેસીડેન્સીનો માલિક પણ છે.

Image Source

આ તો ધોનીની કમાણીના સ્ત્રોત હતા! હવે ચાલો જાણીએ ધોનીની આ 4 વિશેષ બાબતો વિશે, જે ફક્ત મોંઘી જ નહીં પણ તેના પ્રિય પણ છે-

1. રાંચી ફાર્મહાઉસ:

Image Source

મહેન્દ્રસિંહ ધોની ઝારખંડની રાજધાની રાંચીમાં તેના માતાપિતા સાથે રહે છે. 7 એકરમાં ફેલાયેલ આ વૈભવી ‘કૈલાસપતિ’ ફાર્મહાઉસની કિંમત આશરે 40 થી 50 કરોડ રૂપિયા છે. આ ફાર્મહાઉસની અંદર તેના રહેવાનું અને વિશાળ પાર્ક ઉપરાંત એક મોટી કાર અને બાઇક શોરૂમ પણ છે જેમાં ધોનીએ પોતાની પસંદની કાર અને બાઇક રાખી છે.

2. Hellcat X132:

Image Source

ક્રિકેટ પછી, મહેન્દ્ર સિંહ ધોનીને સુપરફાસ્ટ સ્પોર્ટ્સ બાઇકો સૌથી વધુ પસંદ છે. ધોનીની બાઇક કલેક્શનની સૂચિ લાંબી છે, તેની પાસે 25 થી વધુ બાઇક છે, પરંતુ ‘Hellcat X132’ તેમની સુધી પ્રિયા બાઈક છે. આ બાઇકની કિંમત 60 લાખ રૂપિયા છે. ટોમ ક્રુઝ, બ્રાડ પિટ અને ડેવિડ બેકહામ જેવા સ્ટાર્સ પાસ પણ આ બાઇક છે.

3. Hummer H2:

Image Source

મહેન્દ્રસિંહ ધોની માત્ર લક્ઝરી સ્પોર્ટ્સ કાર જ નહીં, પણ હમર જેવા ભારે વાહનોનો પણ શોખીન છે. ‘હમર એચ 2’ પણ ધોનીના કાર  સંગ્રહમાં સામેલ છે. આ શક્તિશાળી વાહનની કિંમત આશરે 72 લાખ રૂપિયા છે.

4. Porsche 911:

Image Source

તે ધોનીના પ્રિય વાહનોમાંનું એક છે. તે ઘણીવાર આ પીળી સ્પોર્ટ્સ કારમાં પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે ફરતો જોવા મળે છે. ભારતમાં ‘Porsche 911’ ની કિંમત લગભગ 2.5 કરોડ છે.

Image Source

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની હજી પણ ભારત મેટ્રિમોની, ઈન્ડિગો પેઇન્ટ્સ, રેડબસ, પાનેરાઇ, કોલગેટ, લિવફાસ્ટ, કાર્સ 24, ઇન્ડિયન ટેરેન, માસ્ટરકાર્ડ ઈન્ડિયા, ગોડેડી, સિનિકર્સ ઈન્ડિયા, નેટમેડ્સ.કોમ, વોર્ડવિઝ અને સાઉન્ડ લોજિક જેવા ઘણા મોટા બ્રાન્ડ્સ સાથે સંકળાયેલ છે.