હનીમૂન પર જવા માટે મોટાભાગે લોકો પહાડો પર ફરવાનું પસંદ કરતા હોય છે અને તેના માટે તેઓ શિમલા-મસૂરી કે અન્ય સ્થળોને વધારે પસંદ કરે છે.

પણ જો તમે તમારા હનિમૂનને યાદગાર બનાવવા માંગતા હોવ તો ઉત્તરાખંડ અને હિમાચલની વાદીઓથી અલગ તમિલનાડુની આ જગ્યાઓ પર જઈને પણ શિમલા-મસૂરી જેવો જ આનંદ માણી શકો છો. આવો તો તમને જણાવીએ હનીમૂન માટેની બેસ્ટ જગ્યા.
1. કોડાઇકનાલ, તમિલનાડુ:

કોડાઇકનાલ તામિલનાડુમાં વસેલું નાનું એવું હિલ સ્ટેશન છે. અહીંની સુંદરતા દરેક કોઈનું દિલ જીતી લે છે. આ સુંદર પહાડો પર આવ્યા પછી અહીંથી જવાની ઈચ્છા જ નહિ થાય. મનમોહક પહાડ, બ્લુ વાદળો દરેકને પોતાના દીવાના બનાવવા માટે પૂરતા છે. કોડાઇકનાલની મૌસમ પુરા વર્ષ સોહામણી રહે છે જેને લીધે યુગલો અહીં હનિમૂનના ઉદ્દેશ્યથી આવે છે.
2. કોડાઇકનાલ ઝીલ:

સિતારાનુમાં આ ઝીલ પર્યટકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ચોવીસ હૅકટર જમીનમાં આ ઝીલમાં તમે બોટીંગની પણ મજા લઈ શકો છો. ઝીલની સવારીના દરમિયાન દેખાતો નજારો એકદમ અદ્દભુત હોય છે. તમે અહીં ઘોડેસવારીનો આનંદ પણ લઇ શકો છો.
3. કોકર્સ વૉક:

લીલા પહાડોની ઊંચાઈ પરથી તેના ઢોળાવને જોવું ખુબ જ અદ્દભુત અનુભવ હોય છે. સાંભળવામાં આ થોડું વિચિત્ર લાગતું હશે પણ તેની સુંદરતા અને નજારાનો અંદાજો ત્યાં ગયા પછી લગાવી શકાય છે.
4. પિલર રૉક:

122 મીટર ઊંચા પહાડને પિલર રૉક કહેવામાં આવે છે. આ પહાડમાં અમુક ગુફાઓ છે જે લોકોને આકર્ષિત કરે છે. આ ગુફાઓની અંદરથી પસાર થવું યાદગાર ક્ષણ બની જાય છે.

અહીં પહોંચવા માટે તમે રેલ, હવાઈ જહાજ કે સડક માર્ગની પણ મદદ લઇ શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ મદુરૈ છે તેના સિવાય કોડઈ રોડની નજીક જ રેકવે સ્ટેશન છે જ્યાંથી કોડાઇકનાલ જવા માટે સ્ટેશની બહાર જ બસ કે ટૈકસી મળી જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks