ઠંડું પાણી પણ કંઈ ન બગાડી શકે, કોણ કોણ આ જુસ્સાને સલામ કરશે?
છેલ્લા ઘણા દિવસથી કડકડતી ઠંડી વચ્ચે પણ ખેડૂતોનું આંદલોન યથાવત છે. સરકારના અથાગ પ્રયાસો છતાં પણ આ આંદોલન પૂર્ણ થવાના કોઈ આસાર નથી મળી રહ્યા. હાલમાં 4 ડિગ્રી તાપમાન અને 12 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનમાં પણ ખેડૂતો ભયંકર ઠંડીમાં પણ અડગ બેઠેલા છે.

ખેડૂતો ત્યાં એવી પરિસ્થિતિમાં રહે છે તેને જોઈને એમ લાગે કે ત્યાં ટકી શકવું જ મુશ્કેલ છે. એક ખેડૂતે જણાવ્યું હતું કે તે એક કલાકથી રૈન બસેરાની લાઈનમાં ઉભેલો છે, કારણ કે તેને સુવા માટે જગ્યા અને એક ધાબળો મળી જાય. લાઈન ખુબ જ લાંબી હોવા છતાં પણ લોકો ત્યાં ઉભા રહે છે. જો તેમને જગ્યા ના મળે તો તે ટ્રક અથવા તો ટેન્કરની નીચે પણ સુઈ જાય છે. તે છતાં પણ આંદોલનમાંથી તેમને પીછેહઠ કરવી નથી. દરેક પરિસ્થિતિનો તે સામનો કરી અને લડવા માંગે છે.

તો કેટલાક ખેડૂતો નજીક આવેલા પેટ્રોલ પમ્પ ઉપર જઈને ઠંડા પાણીએ નાહી રહ્યા છે. તેમને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે અમારી અંદર એટલો ગુસ્સો ભરાયેલો છે કે આ ઠંડુ પાણી પણ અમારું કઈ ના બગાડી શકે.

તો બીજા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી પત્ની બીમાર છે, તેને દવા અપાવનારું કોઈ નથી, તેને મેં ઘરે આવવાનું કહ્યું તો તેને જવાબ આપ્યો કે ભલે હું મરી જાઉં, પરંતુ જીત મેળવ્યા વગર આવવાનું નથી.