અમરેલીમાંથી આવી ખુબ દુઃખદ ઘટના: કારમાં બેઠેલા એક જ પરિવારના 4 માસૂમ બાળકોના મોત, જાણો સમગ્ર મામલો

અમરેલીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કારમાં બેઠેલા 4 બાળકોના ગૂંગળામણથી મોત નીપજ્યા છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારની આ ઘટના છે, જ્યાં રમતા-રમતા બાળકો કારમાં બેસી ગયા હતા અને ત્યારબાદ કાર લોક થઈ ગઈ હતી. જેથી કારના દરવાજા ન ખૂલતાં ગૂંગળાઈ જવાના કારણે બાળકોના મોત નીજ્યા છે.

આ ચોંકાવનારી ઘટનામાં મધ્યપ્રદેશના પરપ્રાંતિય પરિવારના 4 બાળકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા, તે સમયે રમતાં-રમતાં બાળકો ચાવીથી દરવાજો ખોલી કારમાં બેસી ગયાં હતાં. અને કાર લોક થઇ જતાં આ ઘટના ઘટી હતી. 2 દિકરી અને 2 દિકરા એક જ પરિવારના માસૂમ બાળકો ગૂંગળાય જવાના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે ઘટનાને પગલે પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે અને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના બે દિવસ અગાઉ એટલે કે 2 નવેમ્બરે બની હતી.

સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરેલી તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. સાથે જ આ સમગ્ર મામલે ઉંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Twinkle