આ 4 બેટ્સમેન ક્યારેય નથી થયા શૂન્ય ઉપર આઉટ, ચોથા નંબરના ખેલાડીનું નામ જાણીને તો સલામ કરી ઉઠશો

ક્રિકેટની રમતના ચાહકો દુનિયાભરની અંદર રહેલા છે. અને આ ગેમ પ્રત્યે લોકોનો પ્રેમ પણ જગજાહેર જોવા મળી રહ્યો છે. ઘણા ક્રિકેટરો આવ્યા અને ચાલ્યા ગયા, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો લોકોનો પ્રેમ આજે પણ એવો જ છે. ઘણા એવા ક્રિકેટર પણ છે જેમને ઇતિહાસ રચી દીધો, પરંતુ આ બધા વચ્ચે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું જે ક્યારેય શૂન્ય ઉપર આઉટ નથી થયા.

1. જેક્સ રોડલફ:
સાઉથ આફ્રિકાના આ બેટ્સમેને 45 વેન-ડેની અંદર 1174 રન બનાવ્યા છે. જેમાં 7 અર્ધશતક સામેલ છે. તે 6 વખત અણનમ રહ્યો છે. વેન ડેની અંદર જેક્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રનનો છે અને તે કયારેય શૂન્ય ઉપર આઉટ નથી થયો.

2. પીટર ક્રિસ્ટન:
દક્ષિણ આફ્રિકાના જ વધુ એક ક્રિકેટર પીટર ક્રિસ્ટન પણ ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમ્યા પરંતુ તે પણ ક્યારેય શૂન્ય ઉપર આઉટ નથી થયા. પીટરે ત્રણ વર્ષની અંદર 40 વન-ડે મેચ રમી અને 1293 રન પણ બનાવ્યા. જેમાં 9 અર્ધશતક સામેલ છે. પીટર તેના કેરિયર દરમિયાન 6 વાર અણનમ રહ્યો. વન-ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 97 રન છે.

3. કેપ્લર વૈસેલ્સ:
આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બંને તરફથી રમી ચુક્યો છે. તેમને પોતાના 10 વર્ષના કેરિયરમાં 109 એક દિવસીય મેચ રમી. જે દરમિયાન તેમને 1 શતક અને 26 અર્ધશતકથી 3367 રન બનાવ્યા. એક દિવસીય મેચમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 107 રન છે. તે પોતાના કેરિયરમાં ક્યારેય શૂન્ય ઉપર આઉટ નથી થયા અને 7 વાર નોટ આઉટ પણ રહ્યા છે.

4. યશપાલ શર્મા:
આ લિસ્ટમાં માત્ર આફ્રિકાના ખેલાડી જ નહીં પરંતુ ભારતીય ખેલાડી પણ સામેલ છે. જેમનું નામ યશપાલ શર્મા છે. તેમને 42 વન-ડે મેચમાં 883 રન બનાવ્યા ને સાથે જ 4 અર્ધ શતક પણ લગાવ્યા હતા. એક દિવસીય મેચમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 89 રન છે. ભારતનો આ ક્રિકેટર ક્યારેય એક દિવસીય મેચમાં શૂન્ય ઉપર આઉટ નથી થયો.

Niraj Patel