વિદેશ જઈને આવ્યા તો શું થયું, ગાંધીના ગુજરાતમાં પરમીટ વિનાનો દારૂ તો ન જ લવાય

0
Ads

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે જર્મનીથી દારૂની 8 બોટલો લઈને આવેલા 4 યુવકોની ધરપકડ કરી છે. છત્રાલની એક કંપનીના 4 કર્મચારીઓ કંપનીના કામથી જર્મની ગયા હતા. તેઓએ એવું વિચાર્યું એક બે બોટલ દારૂ લઇ જવામાં વાંધો નહિ આવે. એટલે તેઓએ કુલ મળીને 8 બોટલ દારૂ લીધો હતો. અને અમદાવાદ આવ્યા હતા. તેઓ એરપોર્ટની બહાર તો આવી ગયા પણ કદાચ તેમને નિયમની જાણકારી ન હતી, જેથી પોલીસના હાથે ઝડપાઇ ગયા.

Image Source

આ યુવકો એરપોર્ટથી ગાડીમાં આવી રહયા હતા ત્યારે સુભાષ ચોક પાસે પેટ્રોલિંગમાં રહેલી વસ્ત્રાપુર પોલીસે તેમની ગાડીને અટકાવીને ચેકીંગ કર્યું હતું, ત્યારે તેમના સામાનમાંથી 12 હજાર રૂપિયાની કિંમતની આઠ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેમની પાસેથી પરમીટ બતાવવાની માંગ કરી પણ તેમની પાસે પરમીટ ન હતી. પરમીટ વિના દારૂ લેવો એ ગુનો હોવાથી આ નિયમ અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી અને આ 4 યુવકોની ધરપકડ કરી હતી.

Image Source

આ અંગે એ ડિવિઝન એસીપીએ જણાવ્યું કે ‘કોઈ પણ વ્યક્તિને વિદેશથી ગુજરાતમાં દારૂ લાવવો હોય તો તેમની પાસે લિકર પરમીટ હોવી જરૂરી છે. પરમીટ કાયમી કે હંગામી કોઈ પણ ચાલી શકે છે. પણ પરમીટ વિના કોઈ પણ વ્યક્તિ એરપોર્ટની બહાર દારૂ લઈએં આવી શકે નહિ. કોઈ પણ વ્યક્તિ વિદેશ જઈને આવે તો તેમને એવું લાગે છે કે તેઓ બે બોટલ તો લાઈ જ શકે છે, પણ પરમીટ વિના દારૂ લાવવો ગુનો છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.